04 January, 2024 11:50 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આત્મહત્યાની પ્રતીકાત્મક તસવીર
Mumbai: મુંબઈના અંધેરી વિસ્તારમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર એક 19 વર્ષીય વિદ્યાર્થીનીએ બિલ્ડિંગ પરથી કૂદીને આત્મહત્યા (A College Student Committed Suicide) કરી લીધી છે. ડીએન નગર પોલીસ સ્ટેશનના અધિકારીએ આ બાબતે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે મૃતક દ્વારા સ્યુસાઇડ નોટ પણ મુકવામાં આવી હતી.
વિદ્યાર્થિનીએ સ્યુસાઇડ નોટમાં શેનો ઉલ્લેખ કર્યો છે?
સ્યુસાઇડ નોટના પરથી જાણવા મળ્યું કે તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને તેના કારણે તેણે આવું પગલું (A College Student Committed Suicide) ભર્યું હતું. આ ઘટના પશ્ચિમી ઉપનગરો (Mumbai)માં એસવી રોડ પર સ્થિત મિલિયોનેર હેરિટેજ સોસાયટીમાં બની હતી.
મૃતક કઈ કૉલેજમાં અભ્યાસ કરી રહી હતી?
એવી પણ માહિતી સામે આવી રહી છે કે આ વિદ્યાર્થિનીનું નામ વિધિ પ્રમોદ કુમાર સિંહ છે. આ સાથે જ તમને જણાવી દઈએ કે વિધિ છેલ્લા કેટલાક વર્ષોથી અંધેરી (Mumbai)ની એક બિલ્ડિંગમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી હતી, જ્યારે તેના પરિવારના સભ્યો થાણેમાં રહે છે. તે પરિવારથી દૂર અહીં અભ્યાસ માટે આવીને રહેતી હતી. આ સાથે એવી પણ માહિતી સામે આવી છે કે તે મીઠીબાઈ કોલેજ, વિલે પાર્લે (Mumbai)ની વિદ્યાર્થિની હતી.
પોલીસ દ્વારા મૃતકના માતા-પિતાના નિવેદનો નોંધવામાં આવશે, જેથી તેના આત્મહત્યાના કારણો જાણી શકાય. ડીએન નગર (Mumbai) પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. ચૌદમા માળેથી કૂદ્યા બાદ બિલ્ડીંગના સિક્યોરિટી ગાર્ડે તરત જ સોસાયટી ઓફિસર અને ડીએન નગર પોલીસને જાણ કરી હતી.
માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલ વિધિને કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. કમનસીબે ત્યાં પહોંચતા જ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. વિધિએ શા માટે આત્મહત્યા કરી છે? તે પાછળના સ્પષ્ટ કારણો હજી ખબર પડ્યા નથી.
પોલીસ દ્વારા વિધિના મોતનો ગુનો નોંધ્યો છે
હજુ સુધી કંઈપણ શંકાસ્પદ કારણ મળ્યું નથી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બિલ્ડિંગના ચોકીદારે સૌપ્રથમ તેનો મૃતદેહ (A College Student Committed Suicide) જમીન પર પડેલો જોયો હતી અને ત્યારબાદ સોસાયટીના અન્ય સભ્યોને જાણ કરવામાં આવી હતી. જેમણે પોલીસને બોલાવી હતી.
જાણ થતાં જ પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો છે અને તેના પરિવારને જાણ કરી છે, અધિકારીએ જણાવ્યું હતું કે તેણીના મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
કઈ રીતે આ આત્મહત્યાનો મામલો સામે આવ્યો?
જોકે, આ મામલે અત્યાર સુધી કંઈપણ શંકાસ્પદ કારણ ન મળ્યું હોવાથી તપાસ ચાલી રહી છે. બિલ્ડિંગના ચોકીદારે સૌપ્રથમ તેની બોડીને જોઈ હતી. ત્યારબાદ સોસાયટીના અન્ય સભ્યોને આ બાબતે જાણ કરવામાં આવી હતી.