09 January, 2023 04:42 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દાઉદ ઈબ્રાહિમ
મુંબઈ (Mumbai)ની એક વિશેષ અદાલતે સોમવારે ગુટખા ઉત્પાદક જેએમ જોશી અને અન્ય બેને ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ (Dawood Ibrahim)અને તેના સહાયકોને પાકિસ્તાનના કરાચીમાં ઉત્પાદનનો પ્લાન્ટ સ્થાપવામાં મદદ કરવાના કેસમાં 10 વર્ષની જેલની સજા ફટકારી છે.
જેએમ જોશી, જમીરુદ્દીન અંસારી અને ફારુખ મન્સુરીને વિશેષ ન્યાયાધીશ બીડી શેલ્કે દ્વારા મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (MCOCA) અને ભારતીય દંડ સંહિતાની જોગવાઈઓ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
ફરિયાદ મુજબ, જોશી અને સહ-આરોપી રસિકલાલ ધારીવાલ વચ્ચે નાણાંકીય તકરાર ચાલતી હતી અને બંનેએ વિવાદ ઉકેલવા માટે ઈબ્રાહિમની મદદ લીધી હતી.
આ પણ વાંચો:ચંદા કોચર અને દીપક કોચરની મુક્તિનો આદેશ જારી, બોમ્બે હાઈકોર્ટે આપ્યો ચુકાદો
વિવાદનું સમાધાન કરવાના બદલામાં, ઈબ્રાહિમે 2002માં કરાચીમાં ગુટખા યુનિટ સ્થાપવા માટે તેમની મદદ માંગી હતી એવું ફરિયાદી પક્ષે જણાવ્યું હતું. ધારીવાલનું ટ્રાયલ દરમિયાન મૃત્યુ થયું હતું અને ઈબ્રાહીમ આ કેસમાં વોન્ટેડ આરોપી છે.