મુંબઈ મેટ્રો ત્રણને લઈને આવ્યા મોટા સમાચાર, ટ્રાયલ રન શરૂ થવા માટે હવે માત્ર…

24 July, 2024 08:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Metro 3: આજે પણ ઉદ્ઘાટન માટે મોફુક રાખવામા આવેલી મેટ્રો 3 ની કામગીરી આજથી શરૂ થશે તેવા અનેક અહેવાલો જાહેર કરવામાં આવ્યા હતા.

પ્રતીકાત્મક તસવીર (મિડ-ડે)

મુંબઈના મેટ્રો 3 પ્રોજેક્ટ (Mumbai Metro 3) જેને એક્વા લાઇન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે મુંબઈના ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સૌથી મોટો અને નવો ઉમેરો છે. આ મેટ્રો ત્રણની કામગીરી 24 જુલાઈના રોજ શરૂ થવાની હતી. જો કે, અધૂરી સલામતી તપાસો અને બાકી પ્રમાણપત્ર મંજૂરીઓ ન મળતા, આ મેગા પ્રોજેક્ટના ઉદ્ઘાટનની તારીખને ફરી આગળ ધકેલવામાં આવી છે. આજે પણ ઉદ્ઘાટન માટે મોફુક રાખવામા આવેલી મેટ્રો 3 ની કામગીરી આજથી શરૂ થશે તેવા અનેક અહેવાલો જાહેર કરવામાં આવ્યા હતા. તેમ જ આ બાબતે સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી હતી, પણ હવે તેમાં વિલંબ થતાં મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (MMRCL) દ્વારા હજી સુધી મેટ્રો ત્રણના પહેલા તબક્કાને શરૂ કરવાની તારીખ બાબતે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.

હાલમાં મળેલી નવીનતમ માહિતી અનુસાર, MMRCL કામગીરી (Mumbai Metro 3) શરૂ કરતા પહેલા તમામ જરૂરી પ્રમાણપત્રોની રાહ જોઈ રહ્યું છે. આરે કોલોની અને BKC વચ્ચે ચાલતી મેટ્રો 3 નો પહેલો તબક્કો, આ મંજૂરીઓ મળ્યા પછી જ શરૂ થશે અને છેલ્લે આ મેટ્રો લાઇન કોલાબા અને સ્પીઝ વચ્ચે શરૂ કરવામાં આવશે. "અમે મેટ્રો 3 ની કામગીરી શરૂ કરવાની તારીખ નક્કી કરવાની બાકી છે. મેટ્રો રેલ સુરક્ષા કમિશનર (CMRS) દ્વારા નિરીક્ષણ હજી બાકી છે. સેવા શરૂ થવાની તારીખ CMRSની મંજૂરી મળ્યા પછી જ નક્કી કરવામાં આવશે. એવી સંભાવના છે કે MMRCL આ મહિને CMRSને નિરીક્ષણ માટે આમંત્રિત કરી રહ્યું છે," એમ MMRCLના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

મેટ્રોનું 99 ટકા સિવિલ કામ પૂર્ણ થઈ ગયું છે, મેટ્રો સ્ટેશનનું બાંધકામ (Mumbai Metro 3) 97 ટકા પૂર્ણ થયું છે. ટનલિંગનું કામ સંપૂર્ણ રીતે પૂર્ણ થયું છે, એકંદર સિસ્ટમનું કામ 77.6 ટકા થઈ ગયું છે, ડેપોમાં સિવિલ વર્ક 99.8 ટકા પૂર્ણ થઈ ગયું છે, અને મુખ્ય લાઇન ટ્રેક કામ 87 ટકા પૂર્ણ થયું છે. મેટ્રો 3 કોલાબા-બાંદ્રા-સ્પીઝ રૂટ પર 33.5-કિમી-લાંબા ભૂગર્ભ કોરિડોરનો છે, જેમાં 27 મુખ્ય સ્ટેશનો છે, જેમાં 26 ભૂગર્ભ અને એક ગ્રેડ છે. રિસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન (RDSO), ઈન્ડિપેન્ડન્ટ સેફ્ટી એસેસર (ISA) અને CMRS સહિતની મંજૂરીઓના બહુવિધ સ્તરો જરૂરી છે. RDSO એ નિરીક્ષણ પૂર્ણ કરી લીધું છે અને પ્રમાણપત્રની રાહ જોઈ રહ્યા છે, જ્યારે ISA નિરીક્ષણ હાલમાં ચાલુ છે," એમ અધિકારીએ કહ્યું હતું.

MMRCL વર્તમાનમાં 19 રેકની ટ્રેન અંડરગ્રાઉન્ડ મેટ્રો કોરિડોરના (Mumbai Metro 3) પ્રથમ તબક્કાના સંચાલન માટે પૂરતો છે. એકવાર કાર્યરત થયા પછી રોજે 260 સેવાઓ આશરે 1.7 મિલિયન મુસાફરોને લાભ મળશે તેવી અપેક્ષા છે. વધુમાં, MMRCL સ્ટેશનોના મલ્ટિ-મોડલ એકીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જેમાં છેલ્લી-માઈલની મુસાફરી માટે અન્ય જાહેર પરિવહન મોડ્સ સાથે કનેક્ટિવિટી, સ્ટેશનોની બહાર સુધારેલ ફૂટપાથ, બેઠક વ્યવસ્થા અને જ્યાં જરૂરી હોય ત્યાં ફૂટ ઓવર બ્રિજ વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

mumbai metro mumbai news aarey colony bandra kurla complex mumbai colaba