01 April, 2024 07:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુકેશ અંબાણી પુત્રવધૂ શ્ળોકા સાથે
જેમ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના ઉપક્રમે શનિવારે યોજાયેલા ગોલ્ડન જ્યુબિલી ઇન્ડિયા જેમ જ્વેલરી અવૉર્ડ્સ (IGJA)માં હીરાબજારની જાણીતી કંપની રોઝી બ્લુ ગ્રુપના રસેલ મહેતાને લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ આપવામાં આવ્યો હતો. રસેલ મહેતા શ્ળોકા અંબાણીના પપ્પા છે અને મુકેશ અંબાણીના વેવાઈ છે.
આ પ્રસંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર (CMD) મુકેશ અંબાણીએ પુત્રવધૂ શ્ળોકાનાં વખાણ કરતાં કહ્યું હતું કે ‘શ્ળોકા તો ખરો હીરો છે. અંબાણી પરિવાર નસીબદાર છે કે એને આ ડાયમન્ડ મળ્યો.’
છેલ્લા થોડા દાયકાઓમાં ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીએ ૪૦ અબજ ડૉલરની નિકાસ કરી છે અને દેશમાં ૫૦ લાખ લોકોને રોજગારી આપી છે. આ આંકડાઓ હાજર લોકો સમક્ષ મૂકીને મુકેશ અંબાણીએ આ સિદ્ધિ બદલ ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીને અભિનંદન આપ્યાં હતાં.