02 November, 2024 10:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અરવિંદ સાવંત, સાઈના એનસી
દક્ષિણ મુંબઈના શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના સંસદસભ્ય અરવિંદ સાવંતે ગઈ કાલે મુંબાદેવી વિધાનસભા બેઠકનાં મહાયુતિનાં ઉમેદવાર શાઇના એનસીની ‘ઇમ્પોર્ટેડ માલ’ કહીને ટીકા કરી હતી. એક મહિલાને આવા અશોભનીય શબ્દો કહેવા યોગ્ય નથી એટલે શાઇના એનસીએ સંસદસભ્યની ટીકાનો વિરોધ કરીને નાગપાડા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું હતું. સંસદસભ્ય અરવિંદ સાવંતે એક ઇન્ટરવ્યુમાં શાઇના એનસી વિશે કહ્યું હતું કે ‘ઇમ્પોર્ટેડ માલ નહીં, અહીં લોકલ માલ ચાલે છે.’
અરવિંદ સાવંતની આવી ટીકાનો મુંબઈમાં જ નહીં, આખા રાજ્યમાં પડઘો પડ્યો હતો. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘ઇન્ટરવ્યુમાં અરવિંદ સાવંતનું આ નિવેદન અત્યંત હલકી કક્ષાનું છે. મહિલાનું અપમાન કરનારા આ લોકોને વિધાનસભાની ચૂંટણીમાં લાડકી બહેનો ઘરે બેસાડશે.’