પાલઘર રેલવે સ્ટેશન નજીક આગ લાગતાં ડઝનથી વધુ ટૂ-વ્હીલર્સ આગમાં ભસ્મીભૂત

15 March, 2022 12:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નહોતી

ટૂ-વ્હીલર્સ આગમાં ભસ્મીભૂત

સોમવારે સવારે પાલઘર રેલવે સ્ટેશન નજીક પાર્ક કરવામાં આવેલાં એક ડઝનથી વધુ ટૂ-વ્હીલર્સ આગમાં ખાક થઈ ગયાં હતાં. જોકે આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નહોતી.

અધિકારીએ આપેલી માહિતી અનુસાર સવારે દસ વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી અને પોલીસ તથા ફાયરબ્રિગેડ આગ લાગવા પાછળનું કારણ તપાસી રહ્યા છે.

mumbai mumbai news palghar