19 December, 2022 05:05 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
શિવસેના(Shiv Sena), કૉંગ્રેસ (Congress)અને એનસીપી(NCP)ના 300 થી વધુ સભ્યોને કર્ણાટક(Karnataka) પોલીસે સરહદ પર રોક્યા છે અને પાછા મોકલ્યા છે. જ્યારે કેટલાકને મહારાષ્ટ્ર પોલીસ(Maharashtra Police)એ કસ્ટડીમાં લીધા છે. હકીકતમાં, કર્ણાટક-મહારાષ્ટ્ર સરહદ પર વધતા તણાવ વચ્ચે કર્ણાટકમાં બીએસ બોમાઈ સરકારના છેલ્લા શિયાળુ સત્ર માટે આજે એક વિશાળ વિરોધનું આયોજન કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી અને શિવસેનાના નેતાઓને નિવારક કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
એનસીપીના હસન મુશ્રીફ અને શિવસેનાના કોલ્હાપુર જિલ્લા પ્રમુખ વિજય દેવનેને આજે કર્ણાટકના બેલાગવીમાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે અટકાયતમાં લેવામાં આવ્યા હતા, જે દાયકાઓ જૂના સરહદ વિવાદનું કેન્દ્ર છે.
આ પણ વાંચો:Maharashtra: આજથી વિધાનસભાનું શિયાળુ સત્ર, આ મુદ્દાઓ પર સરકારને ઘેરશે વિપક્ષ
મહારાષ્ટ્ર કૉંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ભારતના "વિભાજન" કરવાનો આરોપ મૂકતા કહ્યું કે "સીમાનો મુદ્દો કેન્દ્ર સરકારને કારણે થઈ રહ્યો છે. પીએમ મોદી મહારાષ્ટ્રનું વિભાજન કરવા માંગે છે. બંને મુખ્યપ્રધાનો અને ગૃહ પ્રધાન અમિત શાહની મુલાકાત બાદ પણ નેતાઓને ત્યાં જવાની પરવાનગી કેમ નથી?એનાથી માલુમ પડે છે કે કેન્દ્ર સરકાર આની પાછળ છે.
નોંધનીય છે કે સોમવારથી શરૂ થઈ રહેલા કર્ણાટક વિધાનસભાના 10 દિવસના શિયાળુ સત્રને ધ્યાનમાં રાખીને બેલાગવી શહેરમાં સુરક્ષા સઘન કરવામાં આવી છે. મહારાષ્ટ્ર સાથેના સરહદી વિવાદને લઈને વિવિધ સમુદાયોના વિરોધને કારણે વિક્ષેપની આશંકાઓ વચ્ચે સમગ્ર નગરને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો:શું એલન મસ્ક ટ્વિટરમાંથી આપી દેશે રાજીનામું? લોકોને પૂછ્યો આ સવાલ, જાણો શું આવ્યો જવાબ
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે લગભગ 5,000 પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. આ પોલીસકર્મીઓમાં છ પોલીસ અધિક્ષક, 11 અધિક પોલીસ અધિક્ષક, 43 નાયબ અધિક્ષક, 95 ઈન્સ્પેક્ટર અને 241 સબ ઈન્સ્પેક્ટરનો સમાવેશ થાય છે.