નૅશનલ પાર્કમાં માનવસાંકળ બનાવીને ૨૦ કરતાં વધુ લોકોને બચાવી લેવાયા

21 July, 2024 08:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તુમનીપાડા પાસે નદી પરના પુલ પરથી પાણી ધસમસતું જતું હોવાથી એ પુલ ક્રૉસ કરવો જોખમી થઈ ગયો હતો

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

બોરીવલી-ઈસ્ટના નૅશનલ પાર્કમાંથી વહેતી દહિસર નદીમાં ઉપરવાસમાંથી પાણીનો ફ્લો વધી જવાથી નૅશનલ પાર્કમાં મૉર્નિંગ વૉક માટે ગયેલા ૨૦ કરતાં વધુ લોકો ગઈ કાલે અટવાઈ ગયા હતા. નૅશનલ પાર્ક અને કાન્હેરી કેવ્સ વચ્ચે તુમનીપાડા પાસે નદી પરના પુલ પરથી પાણી ધસમસતું જતું હોવાથી એ પુલ ક્રૉસ કરવો જોખમી થઈ ગયો હતો. એ વખતે સમયસૂચકતા વાપરીને માનવસાંકળ બનાવવામાં આવી હતી અને એકબીજાના હાથ પકડીને બધા ધીમે-ધીમે ધસમસતા પાણીમાંથી બહાર આવ્યા હતા અને મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.   

mumbai news mumbai monsoon news mumbai monsoon sanjay gandhi national park borivali