12 December, 2022 05:12 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નવાબ મલિક (ફાઇલ તસવીર)
મહારાષ્ટ્રના (Maharashtra) પૂર્વ મંત્રી નવાબ મલિકે (Former NCP Leader Nawab Malik) ભાગેડુ ગેંગસ્ટર (Gangster) દાઉદ ઈબ્રાહિમ (Dawood Ibrahim) અને તેના સહયોગીઓને સંડોવતા જમીન સોદા સંબંધિત કહેવાતા મની લોન્ડરિંગ (Money Laundering) કેસમાં જામીન મેળવવા બોમ્બે હાઈકોર્ટમાં (Bombay High Court) અરજી કરી છે.
વકીલ તારક સૈયદ અને કુશલ મોર દ્વારા દાખલ મલિકની અરજીનો ઉલ્લેખ સોમવારે સુનાવણી જસ્ટિસ એમ.એસ. કર્ણિકની સિંગલ બેન્ચ સમક્ષ કર્યો હતો.
હાઇકોર્ટે આ મામલો મંગળવાર માટે લિસ્ટ કર્યો છે.
આ પહેલા 30 નવેમ્બરે સ્પેશિયલ કૉર્ટે આ કેસમાં મલિકની જામીન અરજી ફગાવી દીધી હતી.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આ વર્ષે ફેબ્રુઆરીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) નેતા મલિકની ધરપકડ કરી હતી. તે ન્યાયિક કસ્ટડીમાં છે અને હાલમાં અહીંની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ પણ વાંચો : ચંદ્રકાન્ત પાટિલ પર ફેંકવામાં આવી શાહી, કેમ વિવાદોમાં સપડાયા શિંદેના મંત્રી?
સ્પેશિયલ કોર્ટના જજ આર.કે. એન. રોકડેએ તેમની જામીન અરજી ફગાવી દેતાં જણાવ્યું હતું કે પ્રથમ દૃષ્ટિએ હસીના પારકર (ઇબ્રાહિમની બહેન), સલીમ પટેલ (ઇબ્રાહિમના કહેવાતા સહયોગી) અને મલિક વચ્ચે મુનીરા પ્લમ્બર અને તેમની માતા મરિયમ ગોવાવાલાની માલિકીની જમીન પચાવી પાડવાનું કાવતરું હતું અને ષડયંત્રના પુરાવા મળ્યા છે.
આ પણ વાંચો : Mumbai: બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં લાગી આગ, પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ
મલિક વિરુદ્ધ EDનો કેસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા દાઉદ ઇબ્રાહિમ અને તેના સહયોગીઓ વિરુદ્ધ ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ નોંધાયેલી FIR પર આધારિત છે.