27 September, 2024 08:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સાકીનાકામાં પ્રભાતવાડી નજીક પ્રિન્સ ધ શૉપ નામની મોબાઇલની દુકાનમાંથી આશરે ૩૦ લાખ રૂપિયાના મોબાઇલ અને ૧ લાખ રૂપિયા રોકડાની ચોરી બુધવારે મોડી રાતે થઈ હોવાની ફરિયાદ એના ૨૪ વર્ષના માલિક જિતેન્દ્ર પુરોહિતે ગઈ કાલે સાકીનાકા પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી. દુકાનમાં ચોરી કરવા આવેલા ચોરોએ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV)નું ડીવીઆર મશીન પોતાની સાથે લઈ ગયા હતા એટલું જ નહીં, ૧૩૭ મોંઘા મોબાઇલ સાથે લઈ ગયા હોવાનો ફરિયાદમાં આરોપ કરવામાં આવ્યો છે.
સાકીનાકા પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જિતેન્દ્ર બુધવારે રાતે બે વાગ્યા સુધી પોતાના મોબાઇલમાં પોતાની દુકાનના કૅમેરાનું ફુટેજ જોયા પછી સૂઈ ગયો હતો. ગઈ કાલે સવારે દુકાનમાં કામ કરતો નોકર આવ્યો ત્યારે શટરમાં લાગેલાં તાળાં તૂટેલી હાલતમાં જોયાં હતાં. એ પછી તેણે જિતેન્દ્રને જાણ કરી હતી. ’