MNS On Mukesh Ambani: જો તમારી કંપની ગુજરાતી છે, તો બોરિયા-બિસ્તરા બાંધી લો

11 January, 2024 04:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુકેશ અંબાણી (MNS On Mukesh Ambani)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "રિલાયન્સ ગુજરાતી કંપની હતી, છે અને રહેશે.”

મુકેશ અંબાણીની ફાઇલ તસવીર

એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને ભારતના અગ્રણી ઉદ્યોગપતિએ ગુજરાતને માતૃભૂમિ અને કારકિર્દીની ભૂમિ ગણાવી છે. મુકેશ અંબાણી (MNS On Mukesh Ambani)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "રિલાયન્સ ગુજરાતી કંપની હતી, છે અને રહેશે.” જોકે, હવે મુકેશ અંબાણીના આ નિવેદનને પગલે મનસે દ્વારા આકરો જવાબ આપવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) નેતા સંદીપ દેશપાંડેએ જવાબ આપ્યો છે કે, “જો તમારી કંપની ગુજરાતી કંપની છે, તો તે મોટી વાત છે.”

તમે મહારાષ્ટ્ર કેમ આવ્યા?

સંદિપ દેશપાંડે (MNS On Mukesh Ambani)એ કહ્યું કે, “અમે માનતા હતા કે રિલાયન્સ (Reliance) એક ભારતીય કંપની છે, પરંતુ અંબાણીએ ગઈ કાલે સ્પષ્ટ કર્યું હતું કે રિલાયન્સ એક ગુજરાતી કંપની છે. જો તમારી કંપની ગુજરાતી હતી તો તમે મહારાષ્ટ્ર કેમ આવ્યા? પરંતુ મહારાષ્ટ્રમાં જમીનનો ઉપયોગ થાય છે. એવો પ્રશ્ન દેશપાંડેએ ઉઠાવ્યો હતો.”

જો તમે માત્ર ગુજરાતના છો, તો મહારાષ્ટ્રમાં તમારું શું કામ છે?

દેશપાંડે (MNS On Mukesh Ambani)એ ચેતવણી આપી છે કે, “જો તમારો મહારાષ્ટ્ર સાથે કોઈ સંબંધ નથી, તો એન્ટિલિયાને સમેટી લો અને ગુજરાત જાઓ.” દેશપાંડેએ મરાઠી લોકોને એ પણ યાદ રાખવા વિનંતી કરી કે, તેઓ ગુજરાતની કંપની પાસેથી માલ ખરીદે છે. જો મુકેશ અંબાણીનો હેતુ ગુજરાતનો વિકાસ કરવાનો છે. તો તમે મહારાષ્ટ્રમાં શું કરી રહ્યા છો?” દેશપાંડેએ પણ ઉલ્લેખ કર્યો છે કે આ એક પ્રશ્ન છે.

પીએમ મોદીની હાજરીમાં આપેલું નિવેદન

દેશપાંડેએ કહ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની બાજુમાં હાજર હતા ત્યારે તેમણે આ નિવેદન આપ્યું હતું. વડાપ્રધાને તેમને કહેવું જોઈતું હતું કે તમારી કંપની ભારતીય છે. શું વડાપ્રધાન માત્ર ગુજરાતના જ છે? એવો પ્રશ્ન પણ દેશપાંડેએ ઉઠાવ્યો છે. અમે મહારાષ્ટ્રના મુદ્દે લડીએ છીએ, તો પછી આખો દેશ અમારા વિશે સંકુચિત વાત કરે છે, પરંતુ કોણ સંકોચાઈ રહ્યું છે તે સ્પષ્ટ થઈ ગયું છે.” દેશપાંડેએ એવો અભિપ્રાય પણ વ્યક્ત કર્યો હતો કે મરાઠી લોકો આ અંગે જાગૃત બને તે જરૂરી છે.

મરાઠી માણસની જમીન જાય, ગુજરાતીઓને ફાયદો થાય

મરાઠી માણસની જમીન ગુજરાતીઓ વેપાર માટે ખરીદે છે. મરાઠી માણસની જમીન જાય છે. જોકે, ગુજરાતીઓને ફાયદો થાય છે. વધુમાં સંદીપ દેશપાંડેએ એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે મરાઠી લોકોને ગુજરાતીઓ પાસેથી રોજગારી મળતી નથી.

‘મને તો ગુજરાતી હોવાનું અભિમાન’

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેલા રિલાયન્સ ગ્રુપના વડા મુકેશ અંબાણીએ ભારપૂર્વક કહ્યું હતું કે, "મને ગુજરાતી હોવાનું અભિમાન છે. મારા પિતા ધીરુભાઈ અંબાણીએ મને નાનપણમાં કહેલી વાત હું ક્યારેય નહીં ભૂલું કે ગુજરાત એ માતૃભૂમિ છે અને કર્મભૂમિ રહેવી જોઈએ. આજે હું ફરી જાહેર કરું છું કે રિલાયન્સ એ ગુજરાતી કંપની હતી, છે અને રહેશે."

mukesh ambani maharashtra navnirman sena reliance mumbai mumbai news business news