Mira Road communal clash: હુમલાખોરો સ્થાનિક ન હતા, તો પછી શું છે મામલો?

26 January, 2024 01:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mira Road communal clash: મોટાભાગના હુમલાખોરો કથિત રીતે રાજકીય નેતાની રેલીમાં સામેલ થયા હતા. જ્યારે તેમાંથી 100 પોલીસ કમિશનરની ઓફિસ તરફ આગળ વધ્યા હતા

અથડામણના પગલે મીરા રોડના નયા નગરમાં પોલીસ અને રેપિડ એક્શન ફોર્સના સભ્યોને તૈનાત કરવામાં આવ્યા હતા. (તસવીર: હનીફ પટેલ)

Mira Road communal clash: મીરા ભાયંદર વસઈ વિરાર (MBVV) પોલીસને જાણવા મળ્યું છે કે મીરા રોડ પર 22 જાન્યુઆરીએ થયેલ બીજી અથડામણ એ પૂર્વયોજિત હતી અને હુમલાખોરોએ તેમના ટુ-વ્હીલર અને બેગ પર પથ્થરો વહન કર્યા હતા. 

એવા પણ અહેવાલ છે કે મોટાભાગના હુમલાખોરો કથિત રીતે રાજકીય નેતાની રેલીમાં સામેલ થયા હતા. જ્યારે તેમાંથી 100 પોલીસ કમિશનરની ઓફિસ તરફ આગળ વધ્યા હતા. લગભગ 200-300 લોકો વિસ્તારમાં બધે જ ફેલાઈ ગયા હતા અને દુકાનોને નુકસાન પહોંચાડ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર ઘટનાસ્થળે (Mira Road communal clash)થી મળેલા પથ્થરો ઘોડબંદર રોડના હતા.

તપાસ વખતે થયા આ ખુલાસા 

મીરારોડ પર તાજેતરની અથડામણો (Mira Road communal clash) બાદ પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસને જાણવા મળ્યું છે કે પ્રથમ જે અથડામણની ઘટના બની એ રોડ રેજ અને બે સમુદાયો વચ્ચેની ગેરસમજને કારણે બની હતી. 

કેટલા લોકોની થઈ ધરપકડ?

અત્યાર સુધીમાં MBVV પોલીસે 12 જાણ વિરુદ્ધ FIR નોંધી છે અને બંને સમુદાયના 28 લોકોની ધરપકડ કરી છે. વિસ્તારમાં સ્થિતિ શાંતિપૂર્ણ અને નિયંત્રણમાં છે. MBVV પોલીસે તમામ રાજકીય પક્ષોને નયા નગર ખાતે રેલીઓ યોજવા પર પ્રતિબંધ મૂક્યો છે.

પોલીસના એક સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર પ્રથમ અથડામણ (Mira Road communal clash) રોડ રેજને કારણે થઈ હતી. જ્યારે સરઘસ નીકળી રહ્યું હતું, ત્યારે ભગવો ધ્વજ લઈને અને જય શ્રી રામનો નારા લગાવતા એક બાઇકસવારે રસ્તો ક્રોસ કરી રહેલી એક મહિલા પર હુમલો કર્યો હતો, ત્યારે લોકોનું ટોળું એકઠું થયું હતું. જ્યારે અન્ય બાઇકચાલકે તેની મોટરસાઇકલ વડે જોરથી બરાડા પાડયા હતા. તે જ સમયે બંદૂકથી ગોળીબાર કરવામાં આવ્યો હોવાની વાત ફેલાવા લાગી હતી. જેના કારણે અથડામણ થઈ હતી.

તમને જણાવી દઈએ કે  22 જાન્યુઆરીના રોજ થયેલી અથડામણ (Mira Road communal clash) એક ખાસ રાજકીય જૂથ દ્વારા જાણી જોઈને કરવામાં આવી હતી. ઘોડબંદર રોડ નજીક વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરથી ઉપાડવામાં આવેલા ભારે પથ્થરોથી ટોળાએ દુકાનદારો પર હુમલો કર્યો હતો. શાંતિ નગરમાં દુકાનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

Mira Road communal clash: MBVV સાયબર પોલીસને સોશિયલ મીડિયા પર 100થી વધુ વાયરલ વીડિયો મળી આવ્યા હતા. જેમાં નફરત ફેલાવતી વાતો મૂકવામાં આવી હતી. તેમાંથી કેટલાકે ખોટો દાવો કર્યો હતો કે અયોધ્યામાં રામ મંદિરના દર્શન કરી રહેલા લોકો પર ટોળાએ હુમલો કર્યો હતો. આ વીડિયો ઉત્તર પ્રદેશ, કર્ણાટક, પંજાબ, દિલ્હી અને દેશના અન્ય ભાગોમાંથી અપલોડ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધી નોંધાયેલી 12 એફઆઈઆરમાંથી પાંચ નયા નગર પોલીસ દ્વારા નોંધવામાં આવી હતી જ્યારે તેમના નવઘર, ભાયંદર અને કાશીમીરા સમકક્ષોએ અનુક્રમે એક અને ત્રણ નોંધણી કરી હતી.

mumbai news mumbai mira road Crime News mumbai police