midday

મુંબઈના વિકાસનો એજન્ડા રજૂ કરો

06 August, 2024 02:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મિલિંદ દેવરાનો આદિત્ય ઠાકરેને પડકાર
મિલિંદ દેવરા, આદિત્ય ઠાકરે

મિલિંદ દેવરા, આદિત્ય ઠાકરે

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા હાજી અલી, અમરસન્સ અને કોસ્ટલ રોડની આસપાસ મોટા પ્રમાણમાં હોર્ડિંગ્સ લગાવવાનો પ્લાન કરવામાં આવી રહ્યો છે એ વિશે વરલીના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ BMCના કમિશનર-કમ-ઍડ્‍મિનિસ્ટ્રેટર ભૂષણ ગગરાણીને પત્ર લખ્યો છે. દક્ષિણ મુંબઈના ભૂતપૂર્વ સંસદસભ્ય અને શિવસેનાના નેતા મિલિંદ દેવરાએ ગઈ કાલે આદિત્ય ઠાકરેને સંબોધીને સોશ્યલ મીડિયા ઍક્સ પર એક પોસ્ટ કરી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે ‘BMCના કમિશનરને પ્રેમપત્ર લખવાને બદલે મુંબઈના વિકાસનો એજન્ડા રજૂ કરો. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીમાં મુંબઈમાં ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. મુંબઈની મૂળભૂત સુવિધામાં જોરદાર પ્રગતિ થઈ રહી છે. તમારી સત્તા હતી ત્યારે મેટ્રો જેવા મોટા પ્રોજેક્ટ રઝળ્યા હતા. એ પછી મહાયુતિની સરકારે આ કામ સમયસર પૂરાં કરવા ખૂબ પરિશ્રમ કર્યો છે. મહાલક્ષમી રેસકોર્સમાં સૌથી મોટું સાર્વજનિક ઉદ્યાન બનશે જે તમારા ૨૦૧૩ના થીમ પાર્કની યોજના કરતાં સારું છે. તમે વરલીમાં ધ્યાન કેન્દ્રિત કરો, ત્યાં તમારી કેટલી લોકપ્રિયતા છે એ મેં જોઈ. લોકસભાની ચૂંટણીમાં તમારા ઉમેદવારને વરલીમાં માત્ર ૬૫૦૦ મતની સરસાઈ મળી હતી.’

Whatsapp-channel
aaditya thackeray brihanmumbai municipal corporation mumbai mumbai news political news