04 April, 2024 07:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આવતી કાલથી બોરીવલીમાં મિડ-ડેનું હૉટ પ્રૉપર્ટી એક્ઝિબિશન
બોરીવલી-વેસ્ટના કોરા કેન્દ્ર ગ્રાઉન્ડ વન પર આવતી કાલથી મિડ-ડેના હૉટ પ્રૉપર્ટી એક્ઝિબિશનની શરૂઆત થઈ રહી છે. રવિવાર સુધી ચાલનારા આ એક્ઝિબિશનમાં ૩૦ કરતાં વધુ ડેવલપરો ભાગ લઈ રહ્યા છે અને એમાં ૧૦૦ કરતાં વધુ પ્રોજેક્ટ્સ તથા ૧૦,૦૦૦ કરતાં વધુ ઘરોની ચૉઇસ ખરીદદારોને મળી રહેવાની છે. ઍર-કન્ડિશન્ડ ડોમમાં આયોજિત આ એક્ઝિબિશનનાં ટાઇમિંગ્સ છે સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૭.૩૦ અને એમાં એન્ટ્રી વિનામૂલ્ય છે.