14 December, 2024 08:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
સેન્ટ્રલ રેલવેમાં રેગ્યુલર મેઇન્ટેનન્સ વર્ક માટે આવતી કાલે મેગા બ્લૉક લેવામાં આવ્યો છે. વિદ્યાવિહારથી થાણે સુધી પાંચમી અને છઠ્ઠી લાઇન પર સવારે ૮ વાગ્યાથી બપોરે ૧૨.૩૦ વાગ્યા દરમ્યાન બ્લૉક રહેશે. એથી આ સમય દરમ્યાન મેલ-એક્સપ્રેસ ટ્રેનો ફાસ્ટ ટ્રૅક પર દોડાવવામાં આવશે.
હાર્બર લાઇનમાં વાશીથી પનવેલ સુધી સવારે ૧૧.૦૫ વાગ્યાથી સાંજે ૪.૫૬ વાગ્યા દરમ્યાન બ્લૉક લેવામાં આવ્યો છે. બ્લૉકના આ સમય દરમ્યાન કેટલીક વિશેષ ટ્રેનો છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી વાશી માટે છોડવામાં આવશે. એ ઉપરાંત ટ્રાન્સ હાર્બર લાઇન પર થાણેથી પનવેલ સુધી સવારે ૧૧.૦૨ વાગ્યાથી બપોરે ૩.૫૩ વાગ્યા દરમ્યાન મેગા બ્લૉકને કારણે ટ્રેનો નહીં દોડે.
વેસ્ટર્ન રેલવેમાં ગોરેગામથી બોરીવલી દરમ્યાન સ્લો ટ્રૅક પર મેઇન્ટેનન્સનું કામ ચાલવાનું હોવાથી સવારે ૧૦ વાગ્યાથી બપોરે ૩ વાગ્યા દરમ્યાન જમ્બો બ્લૉક લેવાયો છે. આ સમય દરમ્યાન સ્લો ટ્રૅક પરની ટ્રેનો ફાસ્ટ ટ્રૅક પર દોડશે. વળી આ સમય દરમ્યાન બોરીવલીમાં પ્લૅટફૉર્મ નંબર ૧, ૨ અને ૩ પર એક પણ ટ્રેન આવશે નહીં.