રવિવારે સેન્ટ્રલમાં મેગા બ્લૉક અને પાવર બ્લૉક : વેસ્ટર્નમાં જમ્બો બ્લૉક

11 January, 2025 11:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સેન્ટ્રલ રેલવેમાં રેગ્યુલર મેઇન્ટેનન્સ વર્ક માટે રવિવારે મેગા બ્લૉક લેવામાં આવ્યો છે.​વિદ્યાવિહારથી થાણે દરમ્યાન પાંચમી અને છઠ્ઠી લાઇન પર સવારે ૮થી બપોરે ૧૨.૩૦ વાગ્યા સુધી બ્લૉક રહેશે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

સેન્ટ્રલ રેલવેમાં રેગ્યુલર મેઇન્ટેનન્સ વર્ક માટે રવિવારે મેગા બ્લૉક લેવામાં આવ્યો છે.​વિદ્યાવિહારથી થાણે દરમ્યાન પાંચમી અને છઠ્ઠી લાઇન પર સવારે ૮થી બપોરે ૧૨.૩૦ વાગ્યા સુધી બ્લૉક રહેશે. એ સમય દરમ્યાન મેલ-એક્સપ્રેસ ટ્રેનો ફાસ્ટ ટ્રૅક પર દોડાવાશે એને લીધે લોકલ ટ્રેનો મોડી દોડશે. ટાર્ન્સ હાર્બર લાઇનમાં થાણેથી નેરુળ દરમ્યાન સવારે ૧૧.૧૦થી બપોરે ૪.૧૦ વાગ્યા સુધી બ્લૉક લેવામાં આવ્યો છે. એ સમયગાળા દરમ્યાન થાણે, વાશી, બેલાપુર, પનવેલની ટ્રેનો નહીં દોડે. એ ઉપરાંત સેન્ટ્રલ રેલવેમાં દિવા-વસઈ સેક્શનમાં બ્રિજ પર ગર્ડર બેસાડવાનું હોવાથી ૧૨-૧૩, ૧૯-૨૦ અને ૨૪-૨૫મીએ રાતે ૧૧.૧૫થી સવારે ૫.૧૫ વાગ્યા સુધીનો ૬ કલાકનો સ્પેશ્યલ ટ્રાફિક ઍન્ડ પાવર બ્લૉક રહેશે. એ સમય દરમ્યાન દોડતી દિવાથી વસઈ જતી અને વસઈથી દિવા જતી બે ટ્રેનો કૅન્સલ કરવામાં આવી છે.

વેસ્ટર્ન લાઇનમાં સાંતાક્રુઝથી ગોરેગામ વચ્ચે જમ્બો બ્લૉક અંતર્ગત સવારે ૧૦થી બપોરે ૩ વાગ્યા દરમ્યાન ફાસ્ટ ટ્રૅક પર બ્લૉક રાખવામાં આવ્યો છે. એ સમય દરમ્યાન ફાસ્ટ ટ્રેનો સાંતાક્રુઝ અને ગોરેગામ વચ્ચે સ્લો ટ્રૅક પર દોડશે, જેને કારણે સ્લો ટ્રેનો મોડી પડશે.

central railway western railway indian railways mumbai railways mega block thane vidyavihar goregaon santacruz mumbai news mumbai news