02 December, 2023 02:30 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
લોકલ ટ્રેનની ફાઇલ તસવીર
મુંબઈ (Mumbai)માં પશ્ચિમ રેલવે (Western Railway) માર્ગથી મુસાફરી કરતા પ્રવાસીઓએ આજે થોડીક સાવચેતી રાખવાની જરુર રહેશે. જો તમે પશ્ચિમ રેલવેના માધ્યમથી પ્રવાસ કરવાના હો તો તમારે થોડુંક પ્લાનિંગ કરીને નીકળવું પડશે. કારણકે આજે એટલે કે બીજી ડિસેમ્બરના રોજ રાત્રે પશ્ચિમ રેલવેમાં મેગા બ્લૉક (Mega Block) છે. અંધેરી (Andheri)ના ગોખલે બ્રિજ (Gokhale Bridge)ના ગર્ડરના કામને કારણે આ બ્લૉક છે. જેની અસર લાંબા અંતરની ટ્રેનો (Long Distance Trains)ને થશે.
મુંબઈમાં ગોખલે રોડ ઓવર બ્રિજના પ્રથમ વેબ ગર્ડરના લોકાર્પણને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. પશ્ર્ચિમ રેલવેએ ગર્ડરો મૂકવા માટે મેગા બ્લૉકની જાહેરાત કરી છે. અંધેરી અને વિલે પાર્લે (Vile Parle) વચ્ચે ગોખલે રોડ ઓવર બ્રિજ (ROB)ના પ્રથમ ઓપન વેબ ગર્ડરના લોકાર્પણના કારણે બીજી ડિસેમ્બર એટલે કે શનિવારની રાતથી ત્રીજી ડિસેમ્બર રવિવારની સવાર સુધી તમામ લાઈનો પર મેગા બ્લૉક રહેશે. આ બ્લૉક શનિવારે રાત્રે ૦૦.૪૫થી શરુ થશે અને રવિવારે સવારે ૦૪.૪૫ સુધી રહેશે.
પશ્ચિમ રેલવેના ચીફ પ્બલિક રિલેશન ઓફિસર (Chief PRO) સુમિત ઠાકુર (Sumit Thakur)એ જણાવ્યું હતું કે, શનિવારે રાત્રે ૦.૪૫ થી રવિવારે સવારે ૦૪.૪૫ સુધીના મેગા બ્લૉકના સમયગાળા દરમિયાન કેટલીક ઉપનગરીય સેવાઓ રદ રહેશે, જેની સૂચિ ઉપનગરીય વિભાગના સંબંધિત સ્ટેશનો પર ઉપલબ્ધ રહેશે.
મેગા બ્લૉક દરમિયાન પ્રભાવિત થનારી ટ્રેનની યાદી નીચે મુજબ છે:-
આ લોકલ ટ્રેનોને થશે અસર
લાંબા અંતરની આ ટ્રેનોને થશે અસર
મુંબઇગરાંઓ આજે પશ્ચિમ રેલવેમાં મુસાફરી કરતા પહેલાં મેગા બ્લૉકને ધ્યાનમાં રાખજો.