સેન્ટ્રલમાં આજે મેગા ને વેસ્ટર્નમાં જમ્બો બ્લૉક

25 August, 2024 11:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વેસ્ટર્ન લાઇનમાં ગોરેગામથી બોરીવલી વચ્ચે સવારના ૧૦થી બપોરના ત્રણ વાગ્યા સુધી બન્ને તરફની ફાસ્ટ લાઇન પર જમ્બો બ્લૉકનું આયોજન કરવામાં આવ્યું છે

પ્રતીકાત્મક તસવીર

સેન્ટ્રલ રેલવેમાં રેગ્યુલર મેઇન્ટેનન્સ વર્ક માટે આજે મેગા બ્લૉક લેવામાં આવ્યો છે. મુલુંડથી માટુંગા દરમ્યાન ફાસ્ટ ટ્રૅક પર સવારે ૧૧.૦૫થી બપોરે ૩.૦૫ વાગ્યા સુધી બ્લૉક રહેશે. એથી આ દરમ્યાન ફાસ્ટ ટ્રેન સ્લો ટ્રૅક પર દોડશે. હાર્બર લાઇનમાં વાશીથી પનવેલ દરમ્યાન સવારના ૧૧.૦૫થી સાંજે ૪.૦૫ વાગ્યા સુધી બ્લૉક લેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમ્યાન વાશીથી પનવેલ ‍વચ્ચે ટ્રેનો નહીં દોડે. વેસ્ટર્ન લાઇનમાં ગોરેગામથી બોરીવલી વચ્ચે સવારના ૧૦થી બપોરના ત્રણ વાગ્યા સુધી બન્ને તરફની ફાસ્ટ લાઇન પર જમ્બો બ્લૉકનું આયોજન કરવામાં આવ્યું છે. એથી આ સમય દરમ્યાન ફાસ્ટ ટ્રેનો ​સ્લો ટ્રૅક પર દોડશે.

mumbai news mumbai central railway western railway mega block mumbai trains mumbai local train