14 January, 2025 11:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ ક્રિકેટ અસોસિએશન પ્રમુખ અજિંક્ય નાઈકે ગઈ કાલે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી
મુંબઈ ક્રિકેટ અસોસિએશન (MCA) પ્રમુખ અજિંક્ય નાઈકે ગઈ કાલે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી હતી. તેમણે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનવા બદલ દેવેન્દ્ર ફડણવીસને અભિનંદન આપ્યાં હતાં અને MCAની પ્રગતિ માટેના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. વાનખેડે સ્ટેડિયમની પચાસમી વર્ષગાંઠની ઉજવણી માટે અજિંક્ય નાઈકે મુખ્ય પ્રધાનને રૉયલ ઇન્વિટેશન પણ આપ્યું હતું.