ભાઈંદરની રેસ્ટોરાંમાં ચાલી રહેલા હુક્કા પાર્લરમાં દરોડો : ૧૪ યુવાનો ઝડપાયા

17 December, 2024 01:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દરોડોમાં હુક્કા જૉઇન્ટના માલિક અબ્દુલ રિયાઝ શેખ (૨૮) અને વેટર જમાલ ખાન (૨૩) સામે ભાઈંદરના નવઘર પોલીસ-સ્ટેશનમાં સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનોની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

મીરા ભાઈંદર-વસઈ વિરાર (MBVV) પોલીસ સાથે જોડાયેલા ઍન્ટિ-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) અને ઍ​ન્ટિ-નાર્કોટિક્સ સેલ (ANC)ના કર્મચારીઓએ સંયુક્ત રીતે ભાઈંદર (ઈસ્ટ)માં વિકાસ ઔદ્યોગિક વસાહતના એક એકમમાં આવેલી હબ લાઉન્જ રેસ્ટોરાંમાં રવિવારે રાતે લગભગ આઠ વાગ્યે દરોડો પાડ્યો હતો, જેમાં તેમણે હુક્કાની પાઇપો તેમ જ પૉટ્સ જપ્ત કર્યાં હતાં. આ ઉપરાંત સ્થળ પરથી ધૂમ્રપાન માટેની તમાકુની સામગ્રી મળી આવી હતી. આ દરોડોમાં હુક્કા જૉઇન્ટના માલિક અબ્દુલ રિયાઝ શેખ (૨૮) અને વેટર જમાલ ખાન (૨૩) સામે ભાઈંદરના નવઘર પોલીસ-સ્ટેશનમાં સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનોની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ દરોડા દરમ્યાન ૧૪ યુવાનોને પણ ઝડપી લેવામાં આવ્યા હતા અને તેમની સામે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

bhayander vasai virar anti-narcotics cell crime news mumbai crime news mumbai mumbi news food and drug administration mumbai police