25 March, 2025 02:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ધારાવીમાં બસ-ડેપો પાસેના નેચર પાર્કના રસ્તામાં પાર્ક કરવામાં આવેલી ગૅસનાં સિલિન્ડર ભરેલી ટ્રકમાં ગઈ કાલે રાતે ૧૦.૧૫ વાગ્યે અચાનક આગ ફાટી નીકળી હતી. ટ્રકમાં રાખવામાં આવેલાં ગૅસનાં સિલિન્ડર એક પછી એક ફાટ્યાં હતાં એટલે જાનમાલને નુકસાન ન થાય એ માટે સાયન-ધારાવી લિન્ક રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો. ફાયર-બ્રિગેડના પ્રવક્તાના જણાવ્યા મુજબ આગની જાણ કરવામાં આવ્યા બાદ ફાયર-બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે દોડાવવામાં આવી હતી. ટ્રકમાં રાખવામાં આવેલા ગૅસનાં ૧૫થી ૨૦ સિલિન્ડર ફાટ્યાં હતાં. આગ આસપાસ નહોતી ફેલાઈ એટલે ટ્રકની નજીકમાં પાર્ક કરેલાં વાહનોને કોઈ નુકસાન નહોતું થયું. એકાદ કલાકમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.
જગતમાં ઠેર-ઠેર દાવાનળ ફાટી નીકળ્યો છે
અમેરિકાના નૉર્થ કૅરોલિના રાજ્યના કોલમ્બસમાં
અમેરિકાના ન્યુ જર્સીમાં વૉર્ટન સ્ટેટ ફૉરેસ્ટમાં
સાઉથ કોરિયાના ઈસૉન્ગમાં
જપાનના ઓકાયામામાં