Mumbai Fire: અંધેરી લોખંડવાલા કૉમ્પ્લેક્સમાં લાગી ભીષણ આગ, બચાવ કાર્ય શરૂ

19 September, 2024 12:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈના અંધેરીના પૉશ વિસ્તારમાં ભીષણ આગ લાગી છે. આ આગમાં કોઈના પણ ઇજાગ્રસ્ત થવાની માહિતી નથી અને રાહત તેમ જ બચા કાર્ય ચાલી રહ્યું છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

મુંબઈના અંધેરીના પૉશ વિસ્તારમાં ભીષણ આગ લાગી છે. આ આગમાં કોઈના પણ ઇજાગ્રસ્ત થવાની માહિતી નથી અને રાહત તેમ જ બચા કાર્ય ચાલી રહ્યું છે.

દેશની આર્થિક રાજધાની મુંબઈના અંધેરી પશ્ચિમમાં ગુરુવારે સવારે એક પૉશ વિસ્તારમાં સ્થિત લોખંડવાલા કૉમ્પ્લેક્સ (Lokhandwala Complex)માં આગ લાગી ગઈ. કૉમ્પ્લેક્સના ગ્રાઉન્ડ પ્લસ વન ફ્લોર બંગલામાં આગ લાગી. ફાયર વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને કોઈના ઈજાગ્રસ્ત થવાની કોઈ સૂચના નથી.

ફાયર બ્રિગેડને આગ લાગવાની સૂચના સવારે 8.57 વાગ્યે મળી અને સવારે 9.22 વાગ્યા સુધી આગની જ્વાળાઓ ખૂબ જ ઝડપી બનીને દૂર સુધી ફેલાઈ ગઈ. આ ઘટના બંગલો નંબર 11, ક્રૉસ રોડ નંબર 2, સ્ટેલર બંગલો, લોખંડવાલા કૉમ્પ્લેક્સ, અંધેરી પશ્ચિમમાં બની છે. આની માહિતી બૃહન્મુંબઈ નિગમને સૂચિત બીએમસી અધિકારી દ્વારા આપવામાં આવી.

બીએમસીએ જણાવ્યું, "આગ ભૂતળ અને ભૂતળના પહેલા માળ અને એક માળના બંગલાની સંરચના સુધી સીમિત છે. મુંબઈ ફાયર બ્રિગેડ, એક એમ્બ્યુલેન્સ, અદાણીના કર્મચારી અને નાગરિક વૉર્ડના અધિકારી ઘટનાસ્થળે પહોંચી ગયા છે." ઘટનામાં કોઈના પણ ઈજાગ્રસ્ત થવાની માહિતી મળી નથી. આગ ઓલવવાનું કામ ચાલી રહ્યું છે.

નોંધનીય છે કે અંધેરીમાં લોખંડવાલા કૉમ્પ્લેક્સમાં આવેલા આ બંગલોમાં આગ લાગવાની ઘટનાની માહિતી ફાયર વિભાગને આપવામાં આવી. આ માહિતી સવારે 9 વાગ્યાની આસપાસ આપવામાં આવી, અધિકારીએ જણાવ્યું.

બંગલાનું ભોંયતળીયું અને પહેલો માળો આગમાં સપડાયા છે. આ સિવાય મુંબઈના ફાયર વિભાગને ઘટનાની માહિતી મળતાં જ તરત બે ફાયર ટેન્ડર સાથે ફાયર વિભાગના કર્મચારીઓ આગ ઓલવવા માટે ઘટનાસ્થળે પહોંચી ગયા. આગ લાગવા પાછળના કારણનો હજી ખુલાસો થયો નથી. આ મામલે તપાસ હાથ ધરવામાં આવશે.

આગ લાગવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં આગ કેટલી ભીષણ છે તેનો ખ્યાલ તો આવે જ છે તેની સાથે આગની જ્વાળાઓ પણ ફેલાતી જોવા મળી રહી છે. આગ થકી ધૂમાડો ઉપર તરફ જે રીતે ચડી રહ્યો છે તે ખરેખર ભયાવહ છે. 

આગની અન્ય ઘટનાઓ
ગયા ગુરુવારે એટલે કે 12 સપ્ટેમ્બર 2024ના રોજ અંબરનાથમાં આવેલી મોરીવલી મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિલ ડેવલપમેન્ટ કર્પોરેશન (MIDC)ની એક કંપનીમાં ગૅસ લીક થવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 

કંપનીમાં રાત્રે ગૅસ લીક થવાથી આખા વિસ્તારમાં ધુમ્મસ ફેલાઈ ગયું હતું અને સ્થાનિક રહેવાસીઓને આંખમાં ખંજવાળ આવવાની સાથે ગળામાં બળતરા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. અંબરનાથ ફાયર-બ્રિગેડના જણાવ્યા મુજબ ગુરુવારે રાત્રે એક કેમિકલ કંપનીમાં ગૅસને એકથી બીજા ચેમ્બરમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો હતો ત્યારે કોઈક રીતે એ લીક થવાથી આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગયો હતો. એને લીધે રાતના સમયે ધુમ્મસ જેવી સ્થિતિ ઊભી થઈ હતી. ગૅસ લીક થવાની જાણ થતાં જ ફાયર-બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ગૅસ કયા પ્રકારનો છે અને એ કેટલો જોખમી છે એ ચકાસવા માટેની ઇમર્જન્સી ટીમ પણ કંપનીમાં બોલાવવામાં આવી હતી. ધુમ્મસ છવાઈ જવાની સાથે આંખમાં ખંજવાળ આવવી અને ગળામાં બળતરા થવા સિવાયની કોઈ ગંભીર મુશ્કેલી નહોતી થઈ હતી. 

lokhandwala andheri fire incident mumbai news mumbai