13 November, 2022 09:02 PM IST | Kolhapur | Gujarati Mid-day Online Correspondent
કલ્યાણી કુરાલે. તસવીર/ઈન્સ્ટાગ્રામ
મરાઠી ટેલિવિઝન અભિનેત્રી કલ્યાણી કુરાલે જાધવ (Kalyani Kurale Jadhav)નું શનિવારે રાત્રે માર્ગ અકસ્માતમાં નિધન થયું હતું. પોલીસે જણાવ્યું કે, સાંગલી-કોલ્હાપુર રોડ પર કોલ્હાપુર શહેર નજીક એક ટ્રેક્ટરે તેણી તેના ટુ-વ્હીલરને ટક્કર મારી દીધી હતી.
કોલ્હાપુર જિલ્લાના અધિકારક્ષેત્રના શિરોલી MIDC પોલીસ સ્ટેશનના અધિકારીઓએ આપેલી માહિતી મુજબ, આ અકસ્માત કોલ્હાપુર શહેરથી લગભગ 20 કિલોમીટર અને પુણે શહેરથી લગભગ 230 કિલોમીટર દૂર સ્થિત હાલોંડી ગામમાં રાત્રે 11 વાગ્યે થયો હતો.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે “કોલ્હાપુર શહેરના રાજારામપુરી વિસ્તારના રહેવાસી જાધવે હાલમાં જ હાલોંડીમાં એક રેસ્ટોરન્ટ શરૂ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માત થયો તે દિવસ માટે રેસ્ટોરન્ટ બંધ કરીને જાધવ ઘરે જઈ રહ્યા હતા. તેનું ટુ-વ્હીલર ટ્રેક્ટર સાથે અથડામણ બાદ પટકાયું હતું.”
અકસ્માતને કારણે તેણીને જીવલેણ ઇજાઓ થઈ હતી. ટ્રેક્ટરના ડ્રાઈવર વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે અને તેની અટકાયત કરવામાં આવી છે. તેવી માહિતી શિરોલી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર સાગર પાટીલે આપી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે “જાધવ ‘તુજ્યત જીવ રંગલા’ અને ‘દખ્ખાંચા રાજા જ્યોતિબા’ જેવી મરાઠી ટેલિવિઝન સિરિયલોમાં જોવા મળી હતી."
આ પણ વાંચો: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની કાર્યવાહી! એક દિવસમાં પક્ડયું ૩૨ કરોડનું સોનું