૧૧ સપ્ટેમ્બરે મરાઠા આરક્ષણની ક્યુરેટિવ પિટિશનનો નિર્ણય

30 July, 2024 12:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જાન્યુઆરીથી આ પિટિશનની સુનાવણી નથી થઈ

પ્રતીકાત્મક તસવીર

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની મહારાષ્ટ્ર સરકારે મરાઠા સમાજને આરક્ષણ આપ્યું હતું એને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યું હતું. જોકે બાદમાં ઉદ્વવ ઠાકરે મુખ્ય પ્રધાન હતા ત્યારની સરકાર મરાઠા સમાજને આરક્ષણ આપવા સંબંધી ઇમ્પિરિકલ ડેટા રજૂ ન કરવાની સાથે ૫૦ ટકાથી વધારે આરક્ષણ ન આપી શકાય એમ કહીને સુપ્રીમ કોર્ટે આરક્ષણ રદ કર્યું હતું. આથી મરાઠા સમાજને આરક્ષણ આપવાનો મુદ્દો લંબાયો હતો. એ પછી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાનીની મહાયુતિની સરકારે આ સંબંધે સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન દાખલ કરી હતી. જાન્યુઆરીથી આ પિટિશનની સુનાવણી નથી થઈ. ગઈ કાલે ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચૂડ, જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ બી. આર. ગવઈની ખંડપીઠે આ પિટિશન સાંભળવામાં આવશે કે નહીં એનો નિર્ણય ૧૧ સપ્ટેમ્બરે લેવામાં આવશે એવું કહ્યું હતું. 

supreme court devendra fadnavis bharatiya janata party uddhav thackeray shiv sena eknath shinde maha vikas aghadi maharashtra political crisis mumbai mumbai news