28 September, 2024 11:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ, મહાપ્રભાવક સિદ્ધિદાયક જપ
૨૯-૦૯-૨૦૨૪ ને રવિવારે સવારે ૯ કલાકે, વર્ષમાં માત્ર એક વાર યોજાતી મહાપ્રભાવક સિદ્ધિદાયક જપ સાધનાની મંત્રઊર્જાને અનુભવશે
દેશ-વિદેશના લાખો ભાવિકો ‘માનવતા મહોત્સવ એટલે સર્વને પુણ્યવાન બનાવવાનો અનોખો ઉત્સવ!’
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબનો જન્મોત્સવ એટલે લાખો જરૂરિયાતમંદો અને અબોલ જીવોનાં આંસુને આનંદમાં પરિવર્તિત કરવાનો અને લાખો હૃદયમાં કરુણા, અનુકંપા, પ્રેમ, મૈત્રી અને માનવતાના ગુણો જન્માવવાનો અણમોલ અવસર! એક એવો શ્રેષ્ઠ અને મહાઉપકારક દિવસ જ્યારે આખા વર્ષનાં માનવતા અને જીવદયાનાં સત્કાર્યોના ઉદ્ઘોષ સાથે નવા પ્રકલ્પોનું સર્જન થશે, જે હજારો અબોલ જીવોને શાતા અને સમાધિ પમાડશે.
આ મંગલ દિવસે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના નાભિના બ્રહ્મનાદથી વર્ષમાં એક જ વાર ત્રણ તબક્કામાં થતી એક અલૌકિક વિઘ્નનિવારક અને સંકલ્પસિદ્ધિ જપ સાધના દ્વારા મંત્રઊર્જાને અનુભવવાનો અનન્ય લાભ પ્રાપ્ત થશે. સાથે-સાથે આત્મ સ્પંદિત કરતાં પ્રેરક દૃશ્યોની પ્રસ્તુતિ, ભાવોની અભિવ્યક્તિ અને ઉલ્લાસિત અને ઊછળતા ભાવો સાથે સત્કાર્યોની અનુમોદના કરવાની પુણ્યવંતી તક પ્રાપ્ત થશે.
અસીમ ઉપકારી પરમ ગુરુદેવને શુભેચ્છા અભિવંદના અર્પણ કરવા પધારશે માનનીય મહાનુભાવો, અગ્રણી રાજનેતાઓ, ઉદ્યોગપતિઓ, જૈન સંઘો, સંસ્થાઓ, શ્રેષ્ઠીવર્યો અને દેશ-વિદેશના હજારો ગુરુભક્તો!
પરમધામના વિશાળ ડુંગર દરબારમાં ઉપસ્થિત હજારો ભાવિકો સાથે ઝૂમ લાઇવ, ચૅનલ્સ, યુટ્યુબ અને ફેસબુકના માધ્યમથી ૧૭૦થી વધુ દેશના ભાવિકો માનવતાની મહેક અનુભવવા અને મંત્રઊર્જાનો અહેસાસ કરવા ભક્તિભાવે જોડાશે.
માનવતા મહોત્સવમાં જોડાવા ઇચ્છુક ભાવિકો માટે સમસ્ત ચાતુર્માસના લાભાર્થી માતુશ્રી કંચનબેન રમણીકલાલ શેઠ, શ્રી જિગરભાઈ શેઠ પરિવાર તરફથી ‘ગૌતમ પ્રસાદ’નું આયોજન કરવામાં આવ્યું છે.
સ્થાન: પરમધામ સાધના સંકુલ, વાલકસ ગામ, મુંબઈ-નાશિક હાઇવે, તાલુકો: કલ્યાણ, જિલ્લો – થાણે, મહારાષ્ટ્ર.
વધુ વિગત માટે સંપર્ક: +91 7303000666 રહેવાની વ્યવસ્થા માટે +91 7303000444
શ્રી શેઠ પરિવાર તરફથી સર્વને પધારવાનું આત્મીય આમંત્રણ આપવામાં આવેલ છે.