કલ્યાણમાં ૨૦.૫૭ લાખની માલમતા ચોરનાર ઝડપાયો

17 December, 2022 12:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચોરીની આ ઘટના ૨૬ નવેમ્બરે રાતે કલ્યાણના ઓક બાગ વિસ્તારમાં બની હતી

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં સોનું, ચાંદી અને રોકડ સહિત ૨૦.૫૭ લાખ રૂપિયાની ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા શખ્સની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે શુક્રવારે જણાવ્યું હતું.

ચોરીની આ ઘટના ૨૬ નવેમ્બરે રાતે કલ્યાણના ઓક બાગ વિસ્તારમાં બની હોવાનું એમએફસી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર એ. બી. હોનમાનેએ જણાવ્યું હતું. એ​ક અધિકારીએ ઉમેર્યું હતું કે ‘અમારી તપાસ મોહોલી રોડ નજીક રહેતા આરોપી પર સ્થિર થઈ હતી. અમે તેની પાસેથી ૪૬ તોલા સોના સહિત લૂંટનો તમામ સામાન કબજે કર્યો હતો. તે અન્ય આઠ ગુનામાં પણ સંડોવાયો છે. એમાંથી છ અપરાધ તેની ધરપકડ થવા સાથે હવે ઉકેલાઈ ગયા છે.’

mumbai mumbai news Crime News kalyan mumbai crime news