24 January, 2024 05:11 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નારાયણ મૂર્તિ (ફાઈલ તસવીર)
મુંબઈથી બેંગ્લુરુ જતો આ યુવક ફ્લાઈટમાં ત્યારે દંગ રહી ગયો જ્યારે એકાએક ઈકોનૉમી ક્લાસમાં તેની નજીકની સીટ પર નારાયણ મૂર્તિ પોતે આવીને બેસી ગયા. યુવકે લિંક્ડઈન પર નારાયણ મૂર્તિ સાથે મળવાનો પોતાનો અનુભવ શૅર કર્યો. તેની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
નરેન કૃષ્ણા નામના આ યુવકને પહેલીવાર તો આ વાત પર વિશ્વાસ જ ન આવ્યો પણ પછીથી તેણે પોતાની યાત્રા દરમિયાન નારાયણ મૂર્તિ સાથે ઘણી વાતો કરી. નરેને શૅર કર્યું કે તેને એઆઈ અને ભારતીય અર્થવ્યવસ્થાની હાલની સ્થિતિની સાથે સાથે અનેક અન્ય મુદ્દાઓ પર પણ સવિસ્તાર વાત કરી. તેણે નારાયણ મૂર્તિ સાથે પોતાની તસવીરો પણ શૅર કરી.
યુવકે સાથે જ લખ્યું- પોતાની ઇકોનૉમી સીટ પર તેમના જેવી મોટી શખ્સિયત સાથે પ્રવાસ કરવું મારે માટે વિશ્વાસ કરવું ખૂબ જ મુશ્કેલ હતું. નરેન કૃષ્ણાએ એ પણ શૅર કર્યું કે નારાયણ મૂર્તિ કેટલા જમીન સાથે જોડાયેલા શખ્સ છે. થોડાક કલાકમાં અમે તેમની સાથે અગણિત વિષયો પર ચર્ચા કરી, એઆઈ સાથે ભવિષ્યના પરિદ્રશ્યથી લઈને, વૈશ્વિક સ્તરે ભારતીય અર્થવ્યવસ્થામાં યુવાનની મહત્ત્વપૂર્ણ ભૂમિકા, આ સિવાય ભવિષ્યમાં ચીનથી પણ આગળ નીકળવું, તાણનો સામનો કરવાની સાથે-સાથે કંપની બનાવતી વખતે નિષ્ફળતાઓનો સામનો કરવા જેવા વિષયો પર ચર્ચા કરી.
પરિણામોથી ડિટેચમેન્ટ
નરેન ક્રિષ્નાએ એ પણ શેર કર્યું કે તેમણે જીવનમાં ડિટેચમેન્ટના મહત્વ વિશે પણ ચર્ચા કરી. તેમણે કેટલાક કિસ્સાઓ વિશે પણ વાતો શૅર કરી. નરેન ક્રિષ્નાએ લખ્યું- એક અમૂલ્ય વસ્તુ જે તેમણે શૅર કરી તે પરિણામથી ડિટેચમેન્ટનું મહત્વ છે. અથાગ પ્રયત્નો છતાં કેવી રીતે મોટા કોન્ટ્રાક્ટ નિષ્ફળ ગયા તેના ઇન્ફોસીસ યાત્રામાંથી તેમણે કેટલાક ઉદાહરણો આપ્યા. ઘણા અણધાર્યા સોદા આશ્ચર્યજનક રીતે સફળ રહ્યા હતા.
આ પણ વાંચો : Ambani Moment: તમને કોઇ કાફેમાં મુકેશ અંબાણી મળી જાય તો તમે શું કરો?
યાદ રહેશે આ મુલાકાત
તેમણે એમ પણ જણાવ્યું કે તેમના માટે નારાયણ મૂર્તિ સાથેની ચર્ચાનો મુખ્ય મુદ્દો લુઈસ પાશ્ચરનો વિચાર હતો કે જેઓ માનસિક રીતે તૈયાર હોય તેમને તકો અનુકૂળ આવે છે. નરેન કૃષ્ણાએ પોતાની પોસ્ટના અંતમાં લખ્યું છે કે આ અણધારી મીટિંગ લાંબા સમય સુધી ભૂલી શકાશે નહીં.
નોંધનીય છે કે આ રીતે જો સામાન્ય લોકોમાં જ્યારે કોઈક નામી વ્યક્તિ વચ્ચે આવે છે ત્યારે મોટાભાગના લોકો આશ્ચર્યમાં પડી જાય છે અને પછી વાત શું કરવી, કેમ છો કેમ નહીં એવું બધું પૂછવાનો વિચાર કરે અથવા શું વાત કરું એ વિચારે પણ જ્યારે નરેન કૃષ્ણાનો ભેટો નારાયણ મૂર્તિ સાથે થયો ત્યારે તેણે શું કર્યું તેની આખી ઘટના તેણે પોતાની લિન્ક્ડઈન પ્રૉફાઈલ પર મૂકી. જે ખરેખર વાંચવા જેવી છે.