08 November, 2024 09:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અકસ્માત બાદ મનીષની કાર અને ઓમકારની કાર
નવી મુંબઈના પામ બીચ રોડ પર બુધવારે મોડી રાત્રે થયેલા અકસ્માતમાં ઐરોલીના સેક્ટર ૯માં રહેતા ૪૦ વર્ષના મનીષ પેડણેકરનું મૃત્યુ થયું હતું, જ્યારે તેની ૩૬ વર્ષની પત્ની સ્નેહા અને ૪ વર્ષની પુત્રી અનન્યાની હાલત ગંભીર છે. નેરુલ પોલીસે આ ઘટનાની ફરિયાદ નોંધીને દારૂ પીને ગાડી ચલાવતા ૨૬ વર્ષના ઓમકાર મોરેની ગઈ કાલે સવારે ધરપકડ કરી હતી. પ્રાથમિક માહિતીના આધારે તપાસ કરતાં ઓમકાર બિઅર પીતાં-પીતાં કાર ચલાવી રહ્યો હોવાનું જાણવા મળ્યું આવ્યું છે. પોલીસે નજીકના વિસ્તારોમાં લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે.