વાઇરલ થયેલા વિડિયોમાં દરિયામાં ફૂલો નાખનારને બીએમસીએ ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો

22 November, 2023 12:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિડિયો સોશ્યલ મીડિયા પર સોમવારે જબરદસ્ત વાઇરલ થયો હતો અને એના પર ઘણા લોકો કમેન્ટ પણ કરી રહ્યા હતા કે આવું કઈ રીતે ચલાવી લેવાય?

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

ગેટ વે ઑફ ઇન્ડિયા પર તાજ હોટેલ સામે એક ટૅક્સી આવીને ઊભી રહે છે અને એમાંથી બે જણ ઊતરીને ફૂલોનો મોટો જથ્થો અરબી સમુદ્રમાં ઠાલવતા હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર સોમવારે જબરદસ્ત વાઇરલ થયો હતો અને એના પર ઘણા લોકો કમેન્ટ પણ કરી રહ્યા હતા કે આવું કઈ રીતે ચલાવી લેવાય? આ બાબતની નોંધ બીએમસીએ પણ લીધી હતી. ત્યાર બાદ એ ટૅક્સી ક્યાંથી આવી હતી એનાં સીસીટીવી કૅમેરાનાં ફુટેજ મેળવાયાં હતાં અને એ વ્યક્તિને શોધી કાઢવામાં આવી હતી. ત્યાર બાદ બીએમસીની વૉર્ડ ઑફિસના સ્તરે સૉલિડ વેસ્ટ ​ડિપાર્ટમેન્ટે તેમને એ કૃત્ય માટે ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. પોલીસે આ સંદર્ભે તે વ્યક્તિ અને ટૅક્સી-ડ્રાઇવર સામે ગુનો નોંધ્યો હતો. તેમને ત્યાર બાદ ચેતવણી આપીને જવા દેવાયા હતા. 

brihanmumbai municipal corporation gateway of india taj hotel mumbai mumbai news