25 January, 2025 01:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
દિંડોશી પોલીસ-સ્ટેશનની હદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ૨૦ વર્ષના યુવાને ડિમેન્શિયા અને મેમરી-લૉસની બીમારી ધરાવતાં ૭૮ વર્ષનાં વૃદ્ધા પર બળાત્કાર ગુજાર્યો હતો. જોકે ઘરમાં ક્લૉઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા લગાડેલા હોવાથી આ ઘટના બહાર આવી હતી.
આ બાબતે માહિતી આપતાં દિંડોશી પોલીસે કહ્યું હતું કે ‘ઘટના વખતે સિનિયર સિટિઝન મહિલા ઘરમાં એકલાં જ હતાં. તેમને મેમરી-લૉસ અને ડિમેન્શિયાની બીમારી હોવાથી પરિવારે ઘરની અંદર CCTV કૅમેરા લગાડી રાખ્યા છે. મહિલા એકલા જ ઘરમાં છે એવું જાણી આરોપી પ્રકાશ મૌર્ય ઘરમાં ઘૂસ્યો હતો. એ વખતે વૃદ્ધા સૂતાં હતાં. તેમની એ પરિસ્થિતિનો ગેરફાયદો લઈ આરોપી તેમના પર બળાત્કાર ગુજારીને ભાગી ગયો હતો.’
ઘરમાં લગાડાયેલા CCTV કૅમેરાના કારણે પરિવારને ઘટનાની જાણ થતાં તેમણે દિંડોશી પોલીસ-સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઝડપી તપાસ કરી આરોપીને ઝડપી લીધો હતો અને તેની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી કરી હતી.