14 January, 2025 11:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મકરસંક્રાન્તિ
આજે મકરસંક્રાન્તિ છે, પણ એની પૂર્વસંધ્યાએ ગઈ કાલે દહિસરમાં બાળકો પતંગ ઉડાડતાં હતાં. બીજી બાજુ, અત્યાર સુધી ગ્રાહકોની રાહ જોઈને બેસી રહેલા બોરીવલીના પતંગના આ સ્ટૉલ પર ગઈ કાલે રાતે સારીએવી ઘરાકી હતી. મુંબઈમાં હવે પહેલાં જેવું સંક્રાન્તનું મહત્ત્વ રહ્યું નથી, પણ વેસ્ટર્ન સબર્બ્સના ગોરેગામથી લઈને દહિસર તથા ઘાટકોપર, મુલુંડ જેવા ગુજરાતી વિસ્તારોમાં થોડીઘણી પતંગો ઊડતી જોવા મળે છે. (તસવીરો : નિમેશ દવે)