મહાત્મા ગાંધીના પૌત્ર અરુણ મણીલાલ ગાંધીનું 89 વર્ષે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં નિધન

02 May, 2023 11:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અરુણ મણીલાલ ગાંધી (Arun Manilal Gandhi) મોહનદાસ ગાંધી (Mahatma Gandhi)ના પાંચમા પૌત્ર હતા. અરુણ ગાંધીએ પોતાના દાદા મહાત્મા ગાંધીને અનુસરીને એક કાર્યકર તો બન્યા, પણ દાદાની સન્યાસી જીવનશૈલીથી દુર રહ્યા.

અરુણ ગાંધી - તસવીર સૌજન્ય તુષાર અરુણ ગાંધી ફેસબૂક એકાઉન્ટ

મહાત્મા ગાંધી (Mahatma Gandhi Grandson)ના પૌત્ર અરુણ મણીલાલ ગાંધી(Arun Manilal Gandhi)નું 89 વર્ષની વયે મહારાષ્ટ્ર (Maharashtra)ના કોલ્હાપુર(Kolhapur)માં નિધન થયું છે. અરુણ ગાંધીના પુત્ર તુષાર ગાંધીએ મંગળવારે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે અરુણ ગાંધી છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. તુષાર ગાંધીએ જણાવ્યું કે તેમના પિતાના અંતિમ સંસ્કાર આજે જ કોલ્હાપુરમાં કરવામાં આવશે.

અરુણ મણિલાલ ગાંધીનો જન્મ 1934માં દક્ષિણ આફ્રિકામાં થયો હતો. તે એક ભારતીય-અમેરિકન સામાજિક-રાજકીય કાર્યકર છે. તેઓ મોહનદાસ ગાંધીના પાંચમા પૌત્ર હતા. અરુણ ગાંધીએ પોતાના દાદા મહાત્મા ગાંધીને અનુસરીને એક કાર્યકર તો બન્યા, પણ દાદાની સન્યાસી જીવનશૈલીથી દુર રહ્યા.

સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર કાર્યકર્તા તરીકે કામ કર્યું. તેમણે પુસ્તકો પણ લખ્યા, જેમાંથી `ધ ગિફ્ટ ઑફ એન્ગરઃ એન્ડ અધર લેસન્સ ફ્રોમ માય ગ્રાન્ડફાધર મહાત્મા ગાંધી` પ્રખ્યાત છે.અરુણ વર્ષો પહેલા અમેરિકામાં સ્થાયી થયો હતો. તેમણે પણ મહાત્મા ગાંધીની જેમ અહિંસાને ખૂબ મહત્વ આપ્યું, તેથી તેમણે ક્રિશ્ચિયન બ્રધર્સ યુનિવર્સિટીમાં અહિંસા સંબંધિત સંસ્થાની સ્થાપના કરી.

kolhapur mahatma gandhi maharashtra