બાળાસાહેબ જીવતા હોત તો તેઓ ઉદ્ધવ ઠાકરેને ગોળી મારી દેત: નારાયણ રાણેના નિવેદનથી રાજકીય વિવાદ

08 November, 2024 09:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Maharashtra Vidhan Sabha Elections 2024: રાણેએ કહ્યું હતું કે ઉદ્ધવનું વર્તન પરિવારની ગરિમાને અનુરૂપ ન હતું. નારાયણ રાણેએ વધુમાં કહ્યું કે ઉદ્ધવ ઠાકરે હિન્દુત્વ સાથે સમાધાન કરીને મુખ્ય પ્રધાન બન્યા હતા.

નારાયણ રાણે (ફાઇલ તસવીર)

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી નજીક આવી છે જેને પગલે નેતાઓ દ્વારા એકબીજા સામે આરોપ-પ્રત્યારોપ શરૂ થઈ ગયા છે અને પાર્ટી અને વિપક્ષ એકબીજા પર બેફામ નિવેદનો આપી રહ્યા છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના સાંસદ અને રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન નારાયણ રાણેએ (Maharashtra Vidhan Sabha Elections 2024) વિરોધી પક્ષના નેતા ઉદ્ધવ ઠાકરે પર એક અત્યંત વિવાદાસ્પદ નિવેદન આપી દીધું છે. તેમણે કહ્યું કે જો બાળાસાહેબ ઠાકરે હોત તો તેમણે ઉદ્ધવ ઠાકરેને ગોળી મારી દીધી હોત. કોંકણમાં એક ચૂંટણી રેલી દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું જેને લીધે હવે કોઈ વિવાદ વખરે તેવી શક્યતા છે.

એનેક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નારાયણ રાણેએ ઉદ્ધવ ઠાકરેની ભાષાને અસંસ્કારી ગણાવી તેમના પર ટીકા કરતા તેમણે કહ્યું કે, ઉદ્ધવ ઠાકરે અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે, જો આજે બાળાસાહેબ ઠાકરે (Maharashtra Vidhan Sabha Elections 2024) જીવતા હોત તો તેમણે ઉદ્ધવ ઠાકરેને ગોળી મારી દીધી હોત અને તેમણે કહ્યું હતું કે ઉદ્ધવનું વર્તન પરિવારની ગરિમાને અનુરૂપ ન હતું. નારાયણ રાણેએ વધુમાં કહ્યું કે ઉદ્ધવ ઠાકરે હિન્દુત્વ સાથે સમાધાન કરીને મુખ્ય પ્રધાન બન્યા હતા. જોકે, તેમણે તેમના અઢી વર્ષના કાર્યકાળમાં માત્ર બે દિવસ જ મંત્રાલયમાં કામ કર્યું અને હવે તેઓ ફરીથી મુખ્ય પ્રધાન બનવા માગે છે. નારાયણ રાણેએ પૂછ્યું કે આવા લોકોને સત્તા કોણ આપશે?

નારાયણ રાણેએ પણ એનસીપીના અધ્યક્ષ શરદ પવાર (Maharashtra Vidhan Sabha Elections 2024)પર પણ આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું, “83-84 વર્ષના શરદ પવાર સિંધુદુર્ગ જિલ્લાના વિકાસને સહન કરી શક્યા નહીં અને તેમણે એમ કહીને અમારી ટીકા કરી કે મારા પુત્રોને યોગ્ય ઉછેર નથી મળ્યો, પરંતુ મેં તેમને મારા ઘરમાં સારી રીતે ઉછેર્યા છે. મેં પવારની કુંડળીનો પણ અભ્યાસ કર્યો છે. અમે ઘણા વર્ષોથી રાજકારણમાં પણ છીએ. પવાર સાહેબ, તમે ચાર વખત મુખ્ય પ્રધાન રહ્યા, તેથી વિકાસ કે મરાઠા આરક્ષણની વાત ન કરો. નારાયણ રાણેએ એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે 23 નવેમ્બરે આવનારા વિધાનસભાની ચૂંટણીના પરિણામો બતાવશે કે નિલેશ રાણે ધારાસભ્ય તરીકે ચૂંટાશે.

તમને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટીએ નારાયણ રાણેના ધારાસભ્ય પુત્ર નિતેશ રાણે (Maharashtra Vidhan Sabha Elections 2024)પર ફરીથી વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેમને કોંકણની કંકાવલી બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. તે જ સમયે, શિવસેના એકનાથ શિંદે જૂથ દ્વારા વિશ્વાસ વ્યક્ત કરીને નારાયણ રાણેના મોટા પુત્ર નિલેશ રાણેને કુડાલ વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠકો માટે 20 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન યોજાશે અને 23 નવેમ્બરે મતગણતરી થશે.

maharashtra assembly election 2024 narayan rane uddhav thackeray bal thackeray political news mumbai news