કૉંગ્રેસ આ તારીખે જાહેર કરશે ઉમેદવારોની પહેલી યાદી? ચીફ નાના પટોલેએ કર્યો ખુલાસો

21 October, 2024 02:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Maharashtra Vidhan Sabha Elections 2024: અમે આવતીકાલે પ્રથમ યાદી જાહેર કરીશું. મહા વિકાસ આઘાડી કરતાં વધુ, મહાયુતિમાં મતભેદો છે. 30-40 બેઠકો પરના મુદ્દાઓ જલદી જ ઉકેલાઈ જશે. અમે ત્રણેય કાલે એક પ્રેસ કોન્ફરન્સ કરવાનું આયોજન કરી રહ્યા છીએ."

નાના પટોલે, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે (ફાઇલ તસવીર)

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને માત્ર એક મહિનાનો સમય બાકી રહી ગયો છે. રાજ્યમાં ચૂંટણીને લઈને પક્ષો દ્વારા બેઠકો પર તેમના ઉમેદવારોની જાહેરાત કરી યાદી બહાર પાડવામાં આવી રહી છે. ગઈકાલે ભારતીય જનતા પાર્ટી (Maharashtra Vidhan Sabha Elections 2024) દ્વારા ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવામાં આવી હતી અને હવે 22 ઑક્ટોબરે કૉંગ્રેસ તેમની પહેલી યાદી જાહેર કરે તેવી મોટી શક્યતા છે. આ બાબતે મહારાષ્ટ્ર કૉંગ્રેસના પ્રમુક નાના પટોલેએ વાત કરી હતી.

યાદી બાબતે નાના પટોલેએ શું કહ્યું?

મહારાષ્ટ્ર કૉંગ્રેસના અધ્યક્ષ નાના પટોલે (Maharashtra Vidhan Sabha Elections 2024) જેઓ દિલ્હીમાં છે તેમણે સોમવારે જણાવ્યું હતું કે 22 ઓક્ટોબરે કૉંગ્રેસ મહારાષ્ટ્ર ચૂંટણી 2024 માટે તેમના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે. અહેવાલો અનુસાર, પટોલે, મહારાષ્ટ્ર ચૂંટણી માટે પાર્ટીની સીઈસીની બેઠક પહેલા 2024, જણાવ્યું હતું કે મહા વિકાસ અઘાડી (કૉંગ્રેસ, શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ, એનસીપી શરદ પવાર જૂથ) ના અન્ય ઘટકોના નેતાઓ સાથેની બેઠક પછી, કૉંગ્રેસ સૂચિ જાહેર કરશે અને સંભવતઃ પ્રેસ કોન્ફરન્સ કરશે.

નાના પટોલેએ મીડિયા સાથે વાત કરતાં ઉમેર્યું હતું કે મહા વિકાસ આઘાડી (Maharashtra Vidhan Sabha Elections 2024) ગઠબંધન કરતાં મહાયુતિ (ભાજપ, શિવસેના એકનાથ શિંદે જૂથ, એનસીપી અજિત પવાર જૂથ) ગઠબંધનમાં વધુ તિરાડ છે. તેમણે કહ્યું, "અમે આવતીકાલે પ્રથમ યાદી જાહેર કરીશું. મહા વિકાસ આઘાડી કરતાં વધુ, મહાયુતિમાં મતભેદો છે. 30-40 બેઠકો પરના મુદ્દાઓ જલદી જ ઉકેલાઈ જશે." તેમણે ઉમેર્યું, "અમે ત્રણેય કાલે એક પ્રેસ કોન્ફરન્સ કરવાનું આયોજન કરી રહ્યા છીએ. તેથી, અમે આજે રાત્રે મુંબઈ જઈશું. ત્યાં, અમે અમારા સહયોગી પક્ષોના નેતાઓ સાથે વાત કરીશું અને કાલે યાદી જાહેર કરીશું - તે અમારી યોજના છે."

મહારાષ્ટ્ર કૉંગ્રેસના નેતા બાળાસાહેબ થોરાટે (Maharashtra Vidhan Sabha Elections 2024) તેને ઉમેરતા સમાચાર એજન્સીને કહ્યું હતું કે, "આજે પક્ષના ઉમેદવારોની સ્ક્રિનિંગ કરવામાં આવી રહી છે. CECની બેઠક યોજાવાની છે. તે ટૂંક સમયમાં કરવામાં આવશે."

મહારાષ્ટ્ર ચૂંટણી 2024: ભાજપે પહેલી યાદી જાહેર કરી

ભારતીય જનતા પાર્ટીએ રવિવારે મહારાષ્ટ્ર ચૂંટણી 2024 માટે તેમના 99 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કર્યા બાદ કૉંગ્રેસ નેતા નાના પટોલે દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ભાજપની આ યાદીમાં નાગપુર દક્ષિણ-પશ્ચિમથી નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને કામઠીથી રાજ્ય પક્ષના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેને (Maharashtra Vidhan Sabha Elections 2024) ટિકિટ આપી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ભાજપે ટર્નકોટ અશોક ચવ્હાણની દીકરી શ્રીજયાને પણ મેદાનમાં ઉતાર્યા છે જે નાંદેડ જિલ્લામાં પાર્ટીનો ચહેરો હશે. મહારાષ્ટ્રમાં આ વખતે ચૂંટણી ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024ની સાથે યોજાઈ રહી છે. પશ્ચિમી રાજ્યમાં 20 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે અને 23 નવેમ્બરે મતગણતરી સાથે પરિણામો જાહેર કરવામાં આવશે.

maharashtra assembly election 2024 congress political news maha vikas aghadi maharashtra news maharashtra mumbai news