22 December, 2022 10:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ (ફાઇલ તસવીર)
વિશ્વના કેટલાક ભાગોમાં કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો આવ્યો છે ત્યારે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર હાલની પરિસ્થિતિનો અભ્યાસ કરવા માટે એક સમિતિ અથવા ટાસ્ક ફોર્સની રચના કરશે.
વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવતાં વિપક્ષના નેતા અજિત પવારે કહ્યું હતું કે ચીન, જપાન, કોરિયા અને બ્રાઝિલમાં કોરોનાના નવા વેરિઅન્ટ્સ નોંધાયા છે અને એમાં પણ ચીનમાં સ્થિતિ ગંભીર છે અને હૉસ્પિટલાઈઝેશન માટે બેડ્ઝ ખાલી નથી.