મહારાષ્ટ્ર: થાણે ડાયપર ફેક્ટ્રીમાં લાગી આગ, ઘટનાસ્થળે પહોંચી ફાયરબ્રિગેડની ગાડીઓ

11 June, 2024 12:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Thane Fire News:થાણેમાં એક ફેક્ટ્રીમાં ભીષણ આગ લાગી ગઈ છે. ઘટનાસ્થળે ફાયરબ્રિગેડની ગાડીઓ હાજર છે અને આગ ઓલવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

આગ લાગવાની ઘટના માટેની પ્રતીકાત્મક તસવીર

Fire Breaks Out at Factory: થાણેમાં એક ફેક્ટ્રીમાં ભીષણ આગ લાગી ગઈ છે. ઘટનાસ્થળે ફાયરબ્રિગેડની ગાડીઓ હાજર છે અને આગ ઓલવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

મહારાષ્ટ્રના થાણેના ભિવંડી તાલુકાના સરાવલી MIDCમાં એક ફેક્ટ્રીમાં આગ લાગી ગઈ છે. ઘટનાસ્થળે ફાયર વિભાગની ગાડીઓ પહોંચી ગઈ છે. આગના સમાચાર મળતા જ લોકો અહીંયા-ત્યાં પોતાનો જીવ બચાવીને દોડવા માંડ્યા. આગ લાગવાની ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

Fire Breaks Out at Factory: મંગળવારે વહેલી સવારે જિલ્લાના ભિવંડી વિસ્તારમાં સેનિટરી નેપકિન ફેક્ટરીમાં આગ લાગી હતી, પરંતુ કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી, એમ એક નાગરિક અધિકારીએ જણાવ્યું હતું. ભિવંડી-નિઝામપુર મ્યુનિસિપલ કોર્પોરેશન ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના અધિકારી રાજુ વાર્લિકરે જણાવ્યું હતું કે સવારે 3 વાગ્યાની આસપાસ સરાવલી ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં આગ લાગી હતી.

આગનો વીડિયો 

Fire Breaks Out at Factory: થાણે અને કલ્યાણ-ડોમ્બિવલીની ટીમો સાથે બીએનએમસીની ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને સવારે 8.30 વાગ્યે આગ પર કાબૂ મેળવ્યો હતો, એમ તેમણે જણાવ્યું હતું. કોઈ જાનહાનિના અહેવાલ નથી પરંતુ ફેક્ટરીમાં સંગ્રહિત કાચો માલ આગમાં બળીને ખાખ થઈ ગયો હતો, એમ તેમણે જણાવ્યું હતું. કૂલિંગ કામગીરી ચાલી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું. આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે શુક્રવારે વહેલી સવારે મહારાષ્ટ્રના પુણે શહેરના શનિપર વિસ્તારમાં પાંચ માળની ઇમારતમાં આગ ફાટી નીકળ્યા બાદ એક ચોકીદારનું મોત થયું હતું અને 40 થી વધુ વિદ્યાર્થિનીઓને બચાવી લેવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આગ સંસ્થાના પહેલા અને બીજા માળે લાગી હતી. પૂણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર દેવેન્દ્ર પોટફોડે જણાવ્યું હતું કે આ ઘટના બપોરે 1.30 વાગ્યાની આસપાસ બની હતી.

આ પહેલા બનેલી આગની ઘટના સંબંધી અન્ય સમાચાર:

ચેમ્બુરમાં ગૉલ્ફ ક્લબ પાસે સ્મોક હિલ સલૂન ચલાવતા અને દુકાનની પાછળના ભાગમાં જ રહેતા લિમ્બચિયા પરિવારના ઘરમાં ગઈ કાલે સવારે લીક થયેલો ગૅસ ધડાકા સાથે ફાટ્યો હતો અને આગ લાગી હતી. એ ધડાકો એટલો મોટો હતો કે તેમનું એક માળનું સ્ટ્રક્ચર તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનામાં લિમ્બચિયા પરિવારના આઠ જણને ઈજા થઈ છે, જેમાંથી ૪ જણ ગંભીર છે. એ સાથે જ અન્ય એક વ્યક્તિ પણ આ ઘટનામાં ઘાયલ થઈ છે. ઘાયલ લોકોને ગોવંડીની શતાબ્દી હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

ગૅસ લીક થવાને કારણે આગ લાગવાની આ ઘટના ગઈ કાલે સવારે ૭.૩૭ વાગ્યે બની હતી. આ ઘટના વિશે માહિતી આપતાં આ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના નગરસેવક મહાદેવ શંકર શિવગને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ દુર્ઘટનામાં ગૅસ-સિલિન્ડરનો બ્લાસ્ટ થયો હોવાનું કહેવાતું હતું, પણ સિલિન્ડરનો બ્લાસ્ટ થયો નથી. ગૅસ લીક થયો હતો અને એ ફાટતાં આગ લાગી હતી તથા સ્ટ્રક્ચર તૂટી પડ્યું હતું. એ સલૂન પણ તેમનું જ છે. આગળ સલૂન છે અને પાછળ પરિવાર રહેતો હતો. ઘરમાં ઍર-કન્ડિશનર લાગ્યું હતું, પણ વેન્ટિલેશન નહોતું. દુકાનનું શટર પણ તૂટી ગયું છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના કર્મચારીઓએ સ્પૉટ પર બ્લાસ્ટ પછી જે જોખમી દીવાલો હતી એ તોડી પાડી હતી અને અત્યારે એ કાટમાળ હટાવવાનું કામ ચાલી રહ્યું છે. આ ઘટનામાં બે બાળકો, એક છોકરો અને એક છોકરી દાઝ્યાં છે; પણ તેમને ઈજા ઓછી છે. પરિવારના ચાર સભ્યો વધુ દાઝ્યા છે તેમને હાલ શતાબ્દી હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.’

fire incident bhiwandi thane kalyan dombivli mumbai news mumbai