27 February, 2023 03:56 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
સ્ટેટ બૉર્ડ દ્વારા આયોજિત 12માની બૉર્ડ પરીક્ષાના પરિણામ આ વર્ષે મોડા આવી શકે છે. મહારાષ્ટ્ર (Maharashtra) રાજ્ય કનિષ્ઠ મહાવિદ્યાલય શિક્ષક મહાસંઘનો ચાર-પાંચ દિવસથી ચાલતો બહિષ્કાર આંદોલન હજી વધારે લાંબો ચાલી શકે છે. આથી બૉર્ડના રિઝલ્ટ જાહેર થવામાં 15થી 20 દિવસનું મોડું થઈ શકે છે. સામાન્ય રીતે દરવર્ષે મેના અંતમાં જૂનના પહેલા અઠવાડિયામાં બૉર્ડના રિઝલ્ટ જાહેર થઈ જતા હોય છે. જુલાઈના અંત સુધી ડિગ્રીની એડ્મિશન પ્રોસેસ પણ પૂરી થઈ જતી હોય છે. શિક્ષકોના આંદોલનને કારણે પેપર ચેકિંગના કામની સાથે જ આગામી શૈક્ષણિક સત્રની પ્રવેશ પ્રક્રિયામાં પણ અડચણો આવી શકે છે.
અનેક વર્ષોની લંબાયેલી માગ પૂરી ન થતાં નારાજ જૂનિયર કૉલેજોના શિક્ષકોએ સરકાર વિરુદ્ધ મોરચો ખોલી દેવામાં આવ્યો છે. માગ પૂરી ન થવા સુધી બૉર્ડ પરીક્ષાના પેપર ચેક ન કરવાનો નિર્ણય લીધો છે. શિક્ષકોના બહિષ્કાર આંદોલનને કારણે હાલના સમયમાં 40 લાખથી વધારે Answer sheetની તપાસનું કામ હજી સુધી શરૂ થઈ શક્યું નથી. સોમવારે Answer Sheetની સંખ્યા 50 લાખથી નજીક પહોંચી જશે. આ રીતે દરરોજ આ સંખ્યામાં વધારો થતો રહેશે.
નોંધનીય છે કે 21 ફેબ્રુઆરીથી 12મા ધોરણની બૉર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. એચએસસીની પરીક્ષા માટે રાજ્યમાંથી કુલ 14,57,293 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આમાં 7,92,780 છોકરાઓ અને 6,64,441 છોકરીઓ છે. 12મા ધોરણની અત્યાર સુધી ચાર વિષયોની પરીક્ષાઓ થઈ ચૂકી છે. 27 ફેબ્રુઆરીના સાયન્સ વિભાગના ફિઝિક્સનું પેપર છે. આ પરીક્ષામાં પણ લાખો વિદ્યાર્થીઓ બેઠાં છે.
માર્ચમાં થશે આંદોલનનો વિસ્તાર
જૂનિયર કૉલેજોના શિક્ષકોના આંદોલમાં 14 માર્ચે સ્કૂલના શિક્ષકો પણ સામેલ થઈ શકે છે. મહારાષ્ટ્ર રાજ્ય શિક્ષક પરિષદે 14 માર્ચના રાજ્યવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. પરિષદના મુંબઈ વિભાગના કાર્યવાહક શિવનાથ દરાડે પ્રમાણે, શિક્ષણ વિભાગની ઉદાસીનતાની ભરપાઈ રાજ્યના સેંકડો શિક્ષકોએ કરવી પડે છે. 14 માર્ચના એક દિવસીય આંદોલન દરમિયાન સરકારે અમારી માગ પૂરી નથી કરી. તેમના શિક્ષક પણ જૂનિયર કૉલેજના શિક્ષકોના આંદોલનમાં સામેલ થઈ જશે. 2 માર્ચથી 10મા ધોરણની પરીક્ષા શરૂ થઈ રહી છે.
લેખિત આશ્વાસનની રાહ
મહારાષ્ટ્રરાજ્ય કનિષ્ઠ મહાવિદ્યાલય શિક્ષક મહાસંઘના અધ્યક્ષ પ્રૉ. સંજય શિંદે પ્રમાણે, થોડાક દિવસ પહેલા શિક્ષકોની માગને લઈને શિક્ષણ મંત્રી તેમજ વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક થઈ હતી. કેટલાક મુદ્દા પર લગભગ સહેમતિ દર્શાવાઈ હતી. પણ પ્રશાસન પાસેથી લેખિતમાં આશ્વાસન માગવામાં આવ્યું હતું. અત્યાર સુધી કોઈ લેખિત આશ્વાસન મળ્યું નથી. તો શિક્ષણ વિભાગ તરફથી આગામી બેઠકની પણ કોઈ માહિતી શૅર કરવામાં આવી નથી. શિંદે પ્રમાણે, આગામી બેથી ચાર દિવસમાં આંદોલન ખતમ ન થયું તો વિદ્યાર્થીઓની ઉત્તર પુસ્તિકાઓની સંખ્યા ખૂબ જ વધી જશે. જૂનમાં બૉર્ડના રિઝલ્ટ જાહેર કરવા શક્ય નહીં હોય.
આ પણ વાંચો : વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર, IIT, NITમાં પ્રવેશ પર શિક્ષણ મંત્રાલયે આપી રાહત
પ્રમુખ માગ
જૂની પેંશન યોજના લાગુ થાય
કેટલાય વર્ષોથી ઓછા વેતન પર કામ કરતાં શિક્ષકોને નિયમિત કરવા
ખાલી પદની ભરતી કરવી
અન્ય સરકારી કર્મચારીઓ તરફ શિક્ષકોના પ્રમોશન માટે પ્રગતિ યોજનાનો લાભ આપવો
કૅશલેસ મેડિક્લેમ તેમજ અન્ય સુવિધાઓ પણ આપવી.