સ્ટેટ બોર્ડની SSC અને HSC ની પરીક્ષા આ વખતે વહેલી લેવાશે

13 August, 2024 07:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બારમા ધોરણની પરીક્ષા ૧૧ ફેબ્રુઆરીથી ૧૮ માર્ચ અને ૧૦માની પરીક્ષા ૨૧ ફેબ્રુઆરીથી ૧૭ માર્ચ દરમ્યાન લેવાશે

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર બોર્ડ ઑફ સેકન્ડરી ઍન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન-પુણે દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષની સેકન્ડરી સ્કૂલ સર્ટિ​ફિકેટ (SSC) અને હાયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ (HSC)ની પરી​ક્ષાઓની તારીખો જાહેર થઈ છે. બારમા ધોરણ (HSC)ની પરીક્ષા ૧૧ ફેબ્રુઆરીથી ૧૮ માર્ચ અને ૧૦મા (SSC)ની પરીક્ષા ૨૧ ફેબ્રુઆરીથી ૧૭ માર્ચ દરમ્યાન લેવાશે. સામાન્ય રીતે બારમીની પરીક્ષા ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયાથી​ અને ૧૦મીની પરીક્ષા માર્ચના પહેલા અઠવાડિયાથી ચાલુ થાય છે.

વિદ્યાર્થીઓને આગલા વર્ષમાં ઍડ્મિશન આપવાની પ્રોસેસ સમયસર થઈ શકે એ ઉપરાંત ઘણા વિદ્યાર્થીઓ કૉમ્પિટિટિવ એક્ઝામ્સની પણ તૈયારી કરે છે. એ એક્ઝામ બોર્ડની એક્ઝામ પછી લેવાય છે એથી તેમને એની તૈયારી કરવા પૂરતો સમય મળી રહે માટે આ વર્ષે બોર્ડની એક્ઝામ વહેલી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

૧૨મા ધોરણ (HSC)ની લેખિત પરીક્ષા ૧૧ ફેબ્રુઆરીથી ૧૮ માર્ચ દરમ્યાન લેવાશે, જ્યારે પ્રૅક્ટિકલ, ઓરલ અને ઇન્ટર્નલ અસેસમેન્ટ ૨૪ જાન્યુઆરીથી ૧૦ ફેબ્રુઆરી દરમ્યાન લેવામાં આવશે. ૧૦મા (SSC)ની લેખિત પરીક્ષા ૨૧ ફેબ્રુઆરીથી ૧૭ માર્ચ દરમ્યાન લેવાશે, જ્યારે પ્રૅક્ટિકલ, ઓરલ અને ઇન્ટર્નલ અસેસમેન્ટ ૩ ફેબ્રુઆરીથી ૨૦ ફેબ્રુઆરી દરમ્યાન લેવાશે. ડિટેઇલ ટાઇમ ટેબલ હવે પછી જાહેર કરવામાં આવશે.

Education maharashtra news maharashtra mumbai mumbai news