01 June, 2023 03:13 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર બોર્ડ ઑફ સેકન્ડરી ઍન્ડ હાયર સેકન્ડરી બોર્ડ (Maharashtra State Board of Secondary and Higher Secondary Education)ના દસમા ધોરણનું પરિણામ (Maharashtra SSC Result) આવતી કાલે એટલે કે 2જી જૂન 2023ના રોજ જાહેર કરવામાં આવશે. બોર્ડની વેબસાઈટ પર આવતી કાલે બપોરે એક વાગ્યે પરિણામ ઑનલાઈન ઉપલબ્ધ થશે.
પરિણામ ક્યાં તપાસવું
બોર્ડ દ્વારા પરિણામ જાહેર કર્યા બાદ વિદ્યાર્થીઓ તેને બોર્ડની વેબસાઇટ પર જોઈ શકે છે. પરિણામ જાહેર થયા બાદ, વિદ્યાર્થીઓ આ લિંક પર કોઈપણ અવરોધ વિના તરત જ પરિણામ ઓનલાઈન ચકાસી શકશે. વિદ્યાર્થીઓ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરિણામની પ્રેસ કોન્ફરન્સનું આયોજન સવારે 11 વાગ્યે કરવામાં આવ્યું છે અને આવતી કાલે બપોરે 1 વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવશે.
મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઑફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન દ્વારા માર્ચ 2023માં લેવાનારી ધોરણ દસની લેખિત પરીક્ષા 2થી 25 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. આ વર્ષે 23 હજાર 10 શાળાઓના 15 લાખ 77 હજાર 256 વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે નોંધણી કરાવી હતી, પરંતુ અગાઉના પાંચ વર્ષની સરખામણીમાં આ વર્ષે પરીક્ષા માટે નોંધણી કરાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વિદ્યાર્થીઓની નોંધણીમાં 61 હજાર 708નો ઘટાડો થયો છે.
આ પણ વાંચો: ઔરંગાબાદ અને ઉસ્માનાબાદ પછી હવે અહમદનગરનું નામ બદલવામાં આવશે
કેવી રીતે તપાસવું એસએસસીનું પરિણામ
ઑનલાઈન પરિણામ બાદ જો કોઈ વિદ્યાર્થી સંતુષ્ટ ન હોય તો તે પુનઃમૂલ્યાંકન કરાવી શકે છે. પુનઃમૂલ્યાંકન માટે સંબંધિત વિભાગીય બોર્ડની અધિકૃત વેબસાઇટ (http://verification.mh-ssc.ac.in) દ્વારા ઓનલાઈન અથવા શાળાઓમાં રૂબરૂ જઈ અરજી કરી શકાય છે.