દુનિયાની બેસ્ટ શાળાઓની યાદીમાં મુંબઈની બે શાળાઓનો સમાવેશ, ગુજરાતની શાળાએ પણ મેળવ્યું સ્થાન

19 June, 2023 05:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિજેતા શાળાને મળશે 2,50,000 યુએસ ડૉલરનું ઈનામ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

મહારાષ્ટ્ર (Maharashtra)ની શાળાઓ માટે એક ખુશખબર છે. આ વર્ષે મહારાષ્ટ્રની ત્રણ શાળાઓ યુનાઇટેડ કિંગડમ - યુકે (United Kingdom - UK)માં આયોજીત બીજા વાર્ષિક વિશ્વના શ્રેષ્ઠ શાળા પુરસ્કારોની યાદીમાં સામેલ કરવામાં આવી છે. વધુ હરખની બાબત એ છે કે, ત્રણમાંથી બે શાળા મુંબઈ (Mumbai)માં આવેલી છે.

યુકેમાં એક એવોર્ડ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વની શ્રેષ્ઠ શાળાઓની યાદી તૈયાર કરવામાં આવી છે. આ માટે એક અલગ કેટેગરી બનાવવામાં આવી છે. આ પુરસ્કારની ઈનામી રકમ US$2,50,000 છે. આ યાદીમાં દિલ્હી (Delhi), ગુજરાત (Gujarat) અને મહારાષ્ટ્રમાં આવેલી પાંચ દેશની શાળાઓને વિશ્વની શ્રેષ્ઠ શાળા પુરસ્કાર માટે વિવિધ કેટેગરીમાં ટોપ ૧૦ની યાદીમાં સામેલ કરવામાં આવી છે.

વિશ્વના શ્રેષ્ઠ શાળા પુરસ્કારનું આયોજન સમાજની પ્રગતિમાં શાળાઓના યોગદાનને માન્યતા આપવા અને વિશ્વભરની શાળાઓને સુવિધા આપવા માટે કરવામાં આવે છે. વિશ્વના શ્રેષ્ઠ શાળા પુરસ્કારોને પાંચ શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવ્યા છે જેમાં સમુદાય સમર્થન, પર્યાવરણ ક્રિયા, નવીનતા, પ્રતિકૂળતા પર કાબુ મેળવવો અને સ્વસ્થ જીવનને સમર્થન આપવું. આ એવોર્ડ દ્વારા, શાળાઓને બાળકોના વિકાસમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ વર્ષે આ યાદીમાં દિલ્હી, ગુજરાત અને મહારાષ્ટ્રની પાંચ ભારતીય શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

યુનાઇટેડ કિંગડમયુકેમાં વિશ્વભરની શાળાઓની ઉજવણી કરવા માટે યોજાયેલા બીજા વાર્ષિક USD 250,000 વિશ્વના શ્રેષ્ઠ શાળા પુરસ્કારો માટે પાંચ પ્રેરણાત્મક ભારતીય શાળાઓને વિવિધ શ્રેણીઓમાં સમાજની પ્રગતિમાં તેમના અમૂલ્ય યોગદાન બદલ દિલ્હી, ગુજરાત અને મહારાષ્ટ્રની ટોચની ૧૦ શાળાઓને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે.

એજ્યુકેશન એન્ડ ધ વર્લ્ડસ બેસ્ટ સ્કુલ પ્રાઇઝના સંસ્થાપક વિકાસ પોટાએ કહ્યું કે, ‘વિશ્વભરની શાળાઓ આ ભારતીય સંસ્થાઓ અને તેઓએ વિકસાવેલી સંસ્કૃતિ પાસેથી શીખશે. વિશ્વના શ્રેષ્ઠ શાળા પુરસ્કારો માટે શોર્ટલિસ્ટ કરાયેલી શાળાઓ ભલે તેઓ ક્યાં સ્થિત હોય અથવા તેઓ શું ભણાવતા હોય તે એટલું મહત્વનું નથી પરંતુ દરેકમાં એક વસ્તુ સમાન છે કે તે બધાની સંસ્કૃતિ મજબૂત છે. તેમના લીડર્સ જાણે છે કે અસાધારણ શિક્ષકોને કેવી રીતે પ્રેરણા આપવી. વધુ સારા અભ્યાસ માટે અને શીખવવા માટે કયા પ્રકારનું વાતાવરણ નિર્માણ કરવું તે તેઓ જાણે છે.’

આ પુરસ્કારની યાદીમાં જે ભારતીય શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં પ્રથમ નંબરે - `નગર નિગમ પ્રતિભા બાલિકા વિદ્યાલય (NPBV) F-બ્લોક, દિલશાદ કોલોની (Nagar Nigam Pratibha Balika Vidyalaya (NPBV) F-Block Dilshad Colony)નો સમાવેશ છે. આ દિલ્હીની એક સરકારી શાળા છે.

બીજી છે મુંબઈની ઓબેરોય ઈન્ટરનેશનલ સ્કૂલ (Oberoi International School) જે એક ખાનગી ઈન્ટરનેશનલ સ્કૂલ છે. શાળાને તેના વિદ્યાર્થીઓ અને આસપાસના સમુદાયો માટે આશા, સહાનુભૂતિ માટે સમુદાય સહયોગ શ્રેણીમાં શોર્ટલિસ્ટ કરવામાં આવી છે.

ત્રીજી રિવરસાઇડ સ્કૂલ, અમદાવાદ, ગુજરાત (Riverside School, Ahmedabad, Gujarat). આ પણ એક ખાનગી આંતરરાષ્ટ્રીય શાળા છે.

ચોથી સ્નેહાલય ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, અહેમદનગર (Snehalaya English Medium School, Ahmednagar). આ મહારાષ્ટ્રની એક ચેરિટી સ્કૂલ છે. જેણે HIV/AIDS પીડિત બાળકો અને સેક્સ વર્કર પરિવારોના બાળકોના જીવનમાં પરિવર્તન લાવ્યું છે.

પાંચમી અને અંતિમ શાળા ધ આકાંક્ષા ફાઉન્ડેશન (The Akanksha Foundation) દ્વારા ચાલતી શિંદેવાડી મુંબઈ પબ્લિક સ્કૂલ (Shindewadi Mumbai Public School, Dadar) છે. તે મુંબઈની ચાર્ટર સ્કૂલ છે. લોકડાઉન પછી તેમના વિદ્યાર્થીઓ અને વ્યાપક સમુદાયમાં ઓછી રોગપ્રતિકારક શક્તિ અને નબળા પોષણની અસરને દૂર કરવાના પ્રયાસમાં તેની અભિન્ન ભૂમિકા માટે શાળાને સહાયક સ્વસ્થ જીવનની શ્રેણીમાં શોર્ટલિસ્ટ કરવામાં આવી છે.

વિશ્વના શ્રેષ્ઠ શાળા પુરસ્કારોની દરેક શ્રેણી માટે ટોચના 3 ફાઇનલિસ્ટની જાહેરાત સપ્ટેમ્બરમાં કરવામાં આવશે. આ પછી ઓક્ટોબરમાં વિજેતાઓના નામ આવશે. જ્યારે $2,50,000 ની ઈનામી રકમ પાંચ વિજેતાઓમાં સમાનરૂપે વહેંચવામાં આવશે. દરેક વિજેતા શાળાને $50,000 મળશે.

united kingdom mumbai mumbai news dadar goregaon new delhi ahmednagar gujarat gujarat news ahmedabad maharashtra