08 March, 2025 07:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
એજ્યુકેશન સિસ્ટમમાં સુધારો કરવાના આશય સાથે સરકારે રાજ્યનાં તમામ બોર્ડને ફાઇનલ પરીક્ષા ૮ એપ્રિલથી ૨૫ એપ્રિલ દરમ્યાન જ લેવાનો સર્ક્યુલર જાહેર કર્યો હોવાથી સ્કૂલ પ્રિન્સિપાલ અસોસિએશને એનો વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે આ રીતે છેલ્લી ઘડીએ સર્ક્યુલર બહાર પાડીને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ જબરદસ્તી ન કરી શકે.
સરકારે પહેલી મેએ રિઝલ્ટ જાહેર કરીને બીજી મેથી વેકેશન આપવા કહ્યું છે. મહારાષ્ટ્રમાં સ્ટેટ બોર્ડની ૯૦,૦૦૦ સ્કૂલ છે. તેમનું કહેવું છે કે ‘સરકારે એક વર્ષ માટે આ નિર્ણય હોલ્ડ પર રાખવો જોઈએ. આવા બદલાવની જાણ તેમણે અગાઉથી કરવી જોઈએ. જે લોકોએ અગાઉથી પ્લાન બનાવી રાખ્યા હશે તેઓ આ નિર્ણયથી ચિંતામાં મુકાઈ જશે. બહારગામથી ભણવા આવતા ઘણા વિદ્યાર્થીઓએ પણ અગાઉથી પોતાના ઘરે જવાની ટિકિટ બુક કરાવી લીધી હશે. હવે છેલ્લી ઘડીએ તેમને ટિકિટ પણ નહીં મળે.’
એક સ્કૂલના પ્રિન્સિપાલનું કહેવું છે કે અમને તો એ નથી સમજાતું કે ૨૫ એપ્રિલે પરીક્ષા પૂરી કર્યા બાદ ૬ દિવસની અંદર રિઝલ્ટ કઈ રીતે જાહેર કરી શકાશે.