30 October, 2022 07:12 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આદિત્ય ઠાકરે
ટાટા-એરબસ પ્રોજેક્ટની ખોટ મહારાષ્ટ્ર સરકાર માટે માથાનો દુખાવો બની ગઈ છે. વિપક્ષી દળો આ માટે શિંદે સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે. શિવસેનાના નેતા (ઉદ્ધવ જૂથ)ના નેતા આદિત્ય ઠાકરે (Aditya thackeray)એ મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government) પર આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથમાંથી જવા દેવાનો આરોપ લગાવ્યો છે.
તેમણે કહ્યું કે, સીએમ શિંદેના વિશ્વાસઘાત અને મહત્વકાંક્ષાઓને કારણે રાજ્ય પાછળ પડવા લાગ્યું છે. એક રેલીને સંબોધતા આદિત્ય ઠાકરેએ કહ્યું કે, કેન્દ્રની સાથે અમારી ડબલ એન્જિન સરકારે મહાવિકાસ અઘાડી સરકારના સમયમાં ખૂબ સારું કામ કર્યું છે.
મહારાષ્ટ્રનું રોકાણ અન્ય રાજ્યોમાં જઈ રહ્યું છે
ઠાકરેએ કહ્યું કે, ગેરબંધારણીય સરકાર સત્તામાં આવ્યા બાદ એક એન્જિન સંપૂર્ણપણે ફેલ થઈ ગયું છે. જે રોકાણ મહારાષ્ટ્રમાં આવવાનું હતું તે અન્ય રાજ્યોમાં જઈ રહ્યું છે. તેમણે કહ્યું કે જ્યારે અમારી સરકાર હતી ત્યારે સુભાષ દેસાઈ તેમના કાર્યકાળ દરમિયાન મહારાષ્ટ્રમાં 6.6 લાખ કરોડ રૂપિયાનું રોકાણ લાવ્યા હતા.
આ પણ વાંચો: રસ્તા પર શા માટે દોડ્યા રાહુલ ગાંધી? જુઓ વીડિયો
જો હું ડેપ્યુટી સીએમ હોત તો રાજીનામું આપી દેત
આ દરમિયાન તેમણે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પર પણ નિશાન સાધ્યું હતું. ખોટા નિર્ણયોને કારણે દેવેન્દ્ર ફડણવીસની છબી દાવ પર લાગી છે. તેમણે ઉદ્યોગ મંત્રી ઉદય સામંતના રાજીનામાની માંગણી કરી અને સાથે જ કહ્યું કે જો હું વર્તમાન સરકારમાં ડેપ્યુટી સીએમ હોત તો અત્યાર સુધીમાં પદ પરથી રાજીનામું આપી દેત.
આ પણ વાંચો: Halloween Stampede:દક્ષિણ કોરિયાની આ તે કેવી હેલોવીન પાર્ટી જેણે લીધો 151 લોકોનો જીવ