Maharashtra: શરદ પવારનો નવો અવાજ ગાજશે ચૂંટણીમાં, લોન્ચ કર્યુ ચૂંટણી ચિહ્ન

24 February, 2024 03:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Maharashtra Politics: NCP શરદચંદ્ર પવારના નેતા મહેશ તાપસેએ જણાવ્યું હતું કે, પાર્ટીનું નવું પ્રતીક રાયગઢ કિલ્લા ખાતે શરદ પવારની હાજરીમાં લોન્ચ કરવામાં આવ્યું છે.

શરદ પવાર

Maharashtra Politics : રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી "શરદચંદ્ર પવાર"ને ચૂંટણી પંચ દ્વારા નવું ચૂંટણી પ્રતીક આપવામાં આવ્યું છે. તેમને ચૂંટણી ચિહ્ન ` ટ્રમ્પેટ વગાડતો એક વ્યક્તિ` ફાળવવામાં આવ્યું છે. પાર્ટીએ આજે ​​તેનું ચૂંટણી ચિન્હ લોન્ચ કર્યું છે.

શરદ પવારના જૂથની એનસીપીએ પાર્ટીનું ચિહ્ન લોન્ચ કર્યું

NCP શરદચંદ્ર પવારના નેતા મહેશ તાપસેએ જણાવ્યું હતું કે, "પાર્ટીનું નવું પ્રતીક રાયગઢ કિલ્લા ખાતે શરદ પવારની હાજરીમાં લોન્ચ કરવામાં આવ્યું છે. પાર્ટીનું નવું પ્રતીક `મેન પ્લેઇંગ ટ્રમ્પેટ` છે. મહારાષ્ટ્રમાં `શરદ પવારનું ટ્રમ્પેટ` વગાડવામાં આવી રહ્યું છે. આ વિરોધીઓના દિલમાં ડર પેદા કરશે.

NCPના નવા ચૂંટણી ચિન્હ શરદચંદ્ર પવાર પર પાર્ટીના નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. પાર્ટીના નેતા રોહિત પવારે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે જનતા શરદ પવારને લઈને ખૂબ જ ભાવુક છે. તેમણે કહ્યું, "જ્યારે 1999માં એનસીપીની રચના થઈ ત્યારે કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નહોતું. પરંતુ જનતાએ તે ચૂંટણીમાં શરદ પવારને યાદ કર્યા. હવે અમારી પાસે સોશિયલ મીડિયા અને પાર્ટીના કાર્યકરો પણ છે અને છેલ્લા છ મહિનામાં જનતા શરદ પવાર વિશે ખૂબ જ ભાવુક છે. જનતા તેમને સમર્થન આપશે. અમને આગામી ચૂંટણીમાં કોઈ સમસ્યા નથી."

વાસ્તવમાં, અજિત પવારના બળવા પછી વાસ્તવિક પાર્ટીનો નિર્ણય તેમના પક્ષમાં લેવામાં આવ્યો હતો, જેના કારણે શરદ જૂથને નવું ચૂંટણી પ્રતીક આપવું પડ્યું હતું. નવું ચૂંટણી ચિન્હ મળવા પર એનસીપી શરદચંદ્ર પવારે કહ્યું હતું કે આ અમારા માટે ગર્વની વાત છે. તમને જણાવી દઈએ કે 6 ફેબ્રુઆરીએ ચૂંટણી પંચે અજિત પવારના જૂથને અસલી NCP જાહેર કર્યું હતું. ચૂંટણી પંચે અજિત પવારના જૂથને પાર્ટીનું નામ અને પ્રતીક `ઘડિયાળ` સોંપી દીધું હતું.

ઉલ્લેખનીય છે કે રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કૉન્ગ્રેસના દિગ્ગજ નેતા અશોક ચવાણે થોડા દિવસ પહેલાં જ કૉન્ગ્રેસમાંથી રાજીનામું આપીને બીજેપીમાં પ્રવેશ કર્યો હતો. એ સંદર્ભે એનસીપીના સ્થાપક શરદ પવારે કોલ્હાપુરમાં વાતચીત કરતાં કહ્યું હતું કે ‘અશોક ચવાણે બીજેપી જૉઇન કરી એમાં કોઈ આશ્ચર્ય થયું નથી. તેમણે જૉઇન કરવા પહેલાં લોકસભામાં વાઇટ પેપર રજૂ કરાયું હતું અને એમાં આદર્શ કૌભાંડનો ઉલ્લેખ હતો. એથી એ એક પ્રકારની ધમકી જ હતી. ત્યાર બાદ તરત જ અશોક ચવાણે કૉન્ગ્રેસમાંથી રાજીનામું આપીને બીજેપી જૉઇન કરી હતી. બીજાઓને કદાચ નવાઈ લાગી હશે, પણ મને એમાં કોઈ આશ્ચર્ય થયું નહોતું.’ 

sharad pawar nationalist congress party maharashtra news mumbai news raigad