05 June, 2023 01:32 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સંજય રાઉત (ફાઈલ તસવીર)
ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) જૂથના સાંસદ સંજય રાઉતે મહારાષ્ટ્રના (Maharashtra) મુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde) પર આકરા કટાક્ષ કર્યા છે. રાઉતે કહ્યું કે પહેલા શિવસેનાની કમાન મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં હતી પણ હવે શિંદેની કમાન દિલ્હીમાં છે. એકનાથ શિંદે નામ તો બાળાસાહેબ ઠાકરેનું લે છે. તે શિવસૈનિક અને શિવસેનાની વાત કરે છે પણ દિલ્હીમાં `મુજરો` કરે છે. સંજય રાઉતે કહ્યું કે રિયલ (ઓરિજિનલ) શિવસેના દિલ્હીમાં ક્યારેય કોઈની સામે ઝૂકી નથી. અમે ક્યારેય દિલ્હીની ગુલામી નથી કરી. તેમણે શિંદે પર કટાક્ષ કરતા કહ્યું કે જો તમારે પોતાના મંત્રીમંડળનો વિસ્તાર કરવો છે તો અહીં મુંબઈમાં બેસીને કરવો જોઈએ. શિંદે-ફડણવીસ સરકારની સ્થાપના થઈને એક વર્ષ વીતી ગયો પણ હજી સુધી બીજા કેબિનેટનું વિસ્તાર થયો નથી. આથી ખબર પડે છે કે આ સરકાર જઈ રહી છે.
ટ્રેન અકસ્માતને લઈને પણ નિશાનો સાધ્યો
સંજય રાઉતે છેલ્લે 2 જૂનના બાલાસોરમાં થયેલા ભયાનક રેલ અકસ્માતમાં 275 લોકોના મોત પર પણ કેન્દ્ર સરકાર પર નિશાનો સાધ્યો છે. રાઉતે કહ્યું, "સરકાર ટેક્નિકલ ખામી, માનવીય ભૂલ કે પાટા પરથી ઉતરેલા ડબ્બાંને દોષ આપીને બાલાસોર ટ્રેન દુર્ઘટનાની જવાબદારીમાંથી બચી નહીં શકે. વડાપ્રધાને તરત સ્થળનો પ્રવાસ કર્યો, ઈજાગ્રસ્તો વિશે પૂછપરછ કરી, સાંત્વના આપી, આ બધું બરાબર છે. પણ એક સરકાર તરીકે તમારી જવાબદારીનું શું? વળતરની રકમ અને સંવેદના ન તો પ્રશ્નનો જવાબ છે અને ન તો પશ્ચાતાપ. આ ભયાનક દુર્ઘટના માટે સરકાર પ્રાયશ્ચિત કરશે કે નહીં? આ રેલ અકસ્માતે આખા દેશને ઝકઝોર કરી મૂક્યો છે. તો, સુરક્ષિત રેલ યાત્રાના દાવો નિષ્ફળ થવાથી પણ બધાના મનમાં ગુસ્સાનો જ્વાળામુખી પણ ફૂટી રહ્યો છે."
એનસીપીનો આરોપ કૅગ રિપૉર્ટ સામે કર્યા આંખ આડા કાન
એનસીપીના રાષ્ટ્રીય પ્રવક્તા ક્લાઉડ ક્રાસ્ટો ઓડિશા ટ્રેન અકસ્માત પર કેન્દ્ર સરકારને ઘેરી છે. તેમણે કહ્યું કે કૅગનો વર્ષ 2022નો રિપૉર્ટ ભારતીય રેલવેની ખામીઓને ઉજાગર કરે છે. ઑડિટમાં ટ્રેન પાટા પરથી ઉતરવા માટેના 24 જવાબદાર કારણોનો ખુલાસો કર્યો. તે રિપૉર્ટમાં ગંભીર પ્રકૃતિના અનેક બિંદુ છે જે આ વાત તરફ ઈશારો કરે છે કે રેલ અકસ્માત થવાના સંકેત હતા. કૅગ ઑડિટનું મુખ્ય કારણ જ એ હતું કે રેલ મંત્રાલય દ્વારા ટ્રેન પાટા પરથી ઉતરવા અને અથડામણના કારણોને અટકાવવાના ઉપાયો સ્પષ્ટ રીતે નિર્ધારિત અને કાર્યાન્વિત કરાવવામાં આવ્યા હતા કે નહીં. ઓડિશા ટ્રેન અકસ્માત બાદ એ સ્પષ્ટ છે કે ઑડિટનું પાલન કરવામાં આવ્યું નહોતું.
આ પણ વાંચો : ઓડિશામાં બીજી ટ્રેન દુર્ઘટના, માલગાડીના પાંચ ડબ્બા પાટા પરથી પલટી ગયા
હવે પ્રશ્ન એ છે કે શું રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કૅગ રિપૉર્ટ વાંચ્યો? જો હા, તો આને ગંભીરતાથી કેમ ન લેવામાં આવ્યો અને કૅગની સલાહનું તત્કાલ પાલન કેમ ન કરવામાં આવ્યું? કૅગના ઑડિટ રિપૉર્ટે સંભવતઃ આપદાઓ વિશે રેલ મંત્રાલયને સતર્ક કર્યા હતા અને એવું લાગે છે કે મંત્રાલય અને મંત્રીએ આ ચેતવણીને ગંભીરતાથી લીધી નથી. શું અશ્વિની વૈષ્ણવ માટે રાજીનામું આપવા આ કારણ પૂરતું નથી?