Mumbai લોકસભા ક્ષેત્રમાં શરૂ થશે બીજેપીની `આશીર્વાદ યાત્રા`, મિશન 2024ની તૈયારી

05 March, 2023 07:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતીય જનતા પાર્ટી (બીજેપી) આજે એટલે કે રવિવારથી મુંબઈમાં બધા છ લોકસભાના નિર્વાચન ક્ષેત્રોમાં લોકોનો સંપર્ક કરના માટે એક યાત્રા શરૂ કરે છે.

પ્રતીકાત્મક તસવીર

BJP Ashirwad Yatra: આવતા વર્ષે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા મુંબઈ બીજેપીએ માયાનગરીમાં આશીર્વાદ યાત્રાની શરૂઆત આજથી કરી છે. આ હેઠળ રવિવારે આ યાત્રા શહેરના બે લોકસભા ક્ષેત્રોમાં જશે. મુંબઈ બીજેપી અધ્યક્ષ આશીષ શેલારની આગેવાનીમાં યાત્રા શરૂ કરવામાં આવી છે.

ભારતીય જનતા પાર્ટી (બીજેપી) આજે એટલે કે રવિવારથી મુંબઈમાં બધા છ લોકસભાના નિર્વાચન ક્ષેત્રોમાં લોકોનો સંપર્ક કરના માટે એક યાત્રા શરૂ કરે છે. પાર્ટીની મુંબઈ એકમના પ્રમુખ આશીષ શેલારે જણાવ્યું કે પહેલા દિવસે યાત્રા બે લોકસભા ક્ષેત્રોમાંથી પસાર થશે, નવ માર્ચે બે અન્ય લોકસભા ક્ષેત્રો તથા 11 માર્ચે અન્ય બે લોકસભા ક્ષેત્રોમાંથી યાત્રા પસાર થશે. પાર્ટીના નેતા લોકોને જોડાવા માટે મહત્વના મંદિરો અને અન્ય સ્થળોનો પ્રવાસ કરી રહ્યા છે.

છેલ્લી લોકસભા ચૂંટણીમાં બીજેપી અને તેના તત્કાલીન સહયોગી શિવસેના (અવિભાજિત)એ મુંબઈ ત્રણ-ત્રણ નિર્વાચન ક્ષેત્રોમાં જીત હાંસલ કરી હતી. બીજેપીએ મુંબઈ ઉત્તર, મુંબઈ ઉત્તરપૂર્વ અને મુંબઈ ઉત્તર મધ્ય સીટ જ્યારે શિવસેનાએ મુંબઈ દક્ષિણ, મુંબઈ દક્ષિણ મધ્ય અને મુંબઈ ઉત્તર પશ્ચિમ સીટ પર જીત દાખલ કરી હતી.

આ પણ વાંચો : Mumbaiના આ વિસ્તારોમાં 3 દિવસ સુધી 10 ટકા પાણી કાપ, પાઈપલાઈનનું સમારકામ કરશે BMC

મુંબઈથી શિવસેનાના ત્રણ સાંસદોમાંથી મુંબઈ દક્ષિણ મધ્યથી સાંસદ રાહુલ શેવાલે અને મુંબઈ ઉત્તરપશ્ચિમથી ગજાનન કીર્તિકર શિવસેનાના એકનાથ શિંદે જૂથની સાથે છે જેને નિર્વાચન આયોગે હાલમાં ખરી શિવસેના જણાવી હતી. મુંબઈ દક્ષિણથી સાંસદ અરવિંદ સાવંત શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથની સાથે છે.

Mumbai mumbai news bharatiya janata party national news maharashtra shiv sena