‘અમે ક્યાં તક છોડવાના હતા?’ દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદે સાથેના ગઠબંધન પર કર્યો મોટો ખુલાસો

23 February, 2024 02:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આઈડિયા ઑફ ઈન્ડિયા સમિટ 2024માં ભાગ લેતા મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદે સાથેના રાજકીય સંબંધો અને ગઠબંધનની રાજનીતિનો ઉલ્લેખ કર્યો હતો

દેવેન્દ્ર ફડણવીસની ફાઇલ તસવીર

આઈડિયા ઑફ ઈન્ડિયા સમિટ 2024માં ભાગ લેતા મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) એકનાથ શિંદે સાથેના રાજકીય સંબંધો (Maharashtra Politics) અને ગઠબંધનની રાજનીતિનો ઉલ્લેખ કર્યો હતો. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, “રાજ્યના વર્તમાન સીએમ એકનાથ શિંદે સાથે અમારા સંબંધો પહેલાથી જ સારા હતા. તેમણે મારી સાથે કેબિનેટમાં મંત્રી તરીકે પણ કામ કર્યું હતું. તેમણે અમારી સાથે મહારાષ્ટ્રમાં મોટા પ્રોજેક્ટ્સ પર કામ કર્યું હતું.”

દેવેન્દ્ર ફડણવીસે વધુમાં કહ્યું કે, “એકનાથ શિંદે કટ્ટર શિવસૈનિક રહ્યા છે. તેઓ હિન્દુત્વ અને બાળાસાહેબમાં માનનારા લોકોમાં સામેલ છે.” રાજ્ય (Maharashtra Politics)ની જૂની યાદોને તાજી કરતા તેમણે કહ્યું કે, “જ્યારે ઉદ્ધવ ઠાકરે ભાજપ છોડીને કૉંગ્રેસ અને એનસીપીમાં જોડાઈ રહ્યા હતા, ત્યારે પણ એકનાથ શિંદે તેની વિરુદ્ધ હતા. શિંદે તે સમયે મધ્યસ્થીઓમાંના એક હતા, તેમનો પ્રયાસ હતો કે ઉદ્ધવ ઠાકરે અને ભાજપ વચ્ચે વાતચીત થાય. તે સમયે ઉદ્ધવ ઠાકરે મુખ્યપ્રધાન બનવા માગતા હતા, તેથી આ વાત સ્વીકારવામાં આવી ન હતી.”

એકનાથ શિંદે વિશે ફડણવીસે શું કહ્યું?

આઈડિયા ઑફ ઈન્ડિયા સમિટ દરમિયાન મહારાષ્ટ્ર (Maharashtra Politics)ના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે પણ કહ્યું કે, જે દિવસથી કૉંગ્રેસ, એનસીપી અને શિવસેનાની સરકાર બની, એકનાથ શિંદેને લાગ્યું કે આ યોગ્ય નથી. શિવસેનાના એક મોટા વર્ગને લાગ્યું કે અમે જેની સાથે સરકારમાં છીએ તેનો અમે હંમેશા વિરોધ કર્યો છે. વિચારધારા વિરુદ્ધ હતી.”

`અમે તક છોડીને ક્યાં જવાના હતા?`

દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે, “અમે તેમની સાથે વાતચીત કરી છે. ધીરે-ધીરે ઉદ્ધવ ઠાકરેના વર્તનને કારણે તેમને લાગ્યું કે તેઓ પોતાનું અસ્તિત્વ ગુમાવશે. તે પછી તેઓએ નક્કી કર્યું અને નક્કી કર્યા પછી તેઓએ અમારી સાથે વાત કરવાનું શરૂ કર્યું, અમે તક છોડવાના નથી. જનાદેશ હતો, આ લોકો અમારી સાથે ચૂંટાયા, અમે ગઠબંધન કર્યું અને સરકાર બનાવી.” તેમણે એમ પણ કહ્યું કે જો 2019માં જાહેર જનાદેશને નકારવામાં ન આવ્યો હોત, તો આવી પરિસ્થિતિઓ ઊભી થઈ ન હોત.” તેમણે એ પણ ખુલાસો કર્યો કે, “એકનાથ શિંદેની શિવસેના સાથેનું અમારું જોડાણ ભાવનાત્મક છે જ્યારે અજિત પવાર સાથેનું અમારું જોડાણ વ્યૂહાત્મક છે.”

મરાઠા સમાજને આપવામાં આવેલું આરક્ષણ કોર્ટમાં ટકશે?

રાજ્ય સરકારે બોલાવેલા એક દિવસના વિશેષ અધિવેશનમાં ગઈ કાલે વિધાનસભા અને વિધાન પરિષદમાં મરાઠા સમાજને ૧૦ ટકા આરક્ષણ આપવાના બિલને મંજૂરી આપી દીધી હતી. વિરોધ પક્ષોએ પણ સરકારના નિર્ણયને ટેકો આપતાં આ બિલ એકમતે પાસ કરી દેવામાં આવ્યું હતું. આથી હવે મરાઠા સમાજના લોકોને શિક્ષણ અને નોકરી મેળવવામાં ૧૦ ટકા આરક્ષણનો લાભ મળશે. આરક્ષણની માગણી કરી રહેલા મનોજ જરાંગે પાટીલે જોકે સરકારના નિર્ણયને વધાવવાને બદલે મરાઠા સમાજને ઓબીસીમાંથી જ આરક્ષણ આપવાની માગણી કરી છે. ૨૦૧૮માં તત્કાલીન સરકારે મરાઠા સમાજને આરક્ષણ આપવા માટેનો નિર્ણય લીધો હતો, જેને સુપ્રીમ કોર્ટે ત્રણ વર્ષ બાદ રદ કરી નાખ્યો હતો. આ વખતે પણ આવું નહીં થાયને? સુપ્રીમ કોર્ટે જે કારણસર મરાઠા આરક્ષણ રદ કર્યું હતું એનો અભ્યાસ કરીને એ ભૂલ સુધારી લઈને શા માટે મરાઠા સમાજને આરક્ષણ આપવું જોઈએ એનો રાજ્યમાં અઢી કરોડ લોકોનો ઇમ્પીરિકલ ડેટા તૈયાર તૈયાર કરવામાં આવ્યો છે એટલે કાનૂની લડતમાં પણ આ નિર્ણયને હવે કોઈ અડચણ નહીં આવે એવો દાવો મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કર્યો છે.

devendra fadnavis eknath shinde shiv sena bharatiya janata party maharashtra political crisis maharashtra news mumbai mumbai news