NCP નેતા અજિત પવારની પત્નીના પોસ્ટર કર્યા કાળા, મોઢા પર ફેંકી કાળી શાહી

11 February, 2024 05:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રના બારામતીમાં ડેપ્યુટી સીએમ અજિત પવારની પત્નીના પોસ્ટર પર કાળી શાહી ફેંકવામાં આવી છે. કાકા શરદ પવાર અને ભત્રીજા અજિત પવાર વચ્ચે હવે તિરાડ વધી રહી હોય એવું લાગે છે. 

અજિત પવાર

Ajit Pawar`s Wife: મહારાષ્ટ્રના બારામતીમાં ડેપ્યુટી સીએમ અજિત પવારની પત્નીના પોસ્ટર પર કાળી શાહી ફેંકવાનો મામલો સામે આવ્યો છે. આ વખતે અજિત પવારની પત્ની સુનેત્રા પવારને બારામતીથી લોકસભા સીટ માટે ઉમેદવાર બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. હાલમાં શરદ પવારની પુત્રી સુપ્રિયા સુળે બારામતીથી સાંસદ છે. તમને જણાવી દઈએ કે પુણેની બારામતી લોકસભા સીટ પવાર પરિવારની પરંપરાગત સીટ માનવામાં આવે છે.

શું છે સમગ્ર મામલો?

વાસ્તવમાં, શરદ પવાર જૂથના કાર્યકરો NCP પાર્ટી અને તેનું પ્રતીક અજિત પવારને જવાથી નારાજ છે. આ દરમિયાન સમાચાર આવ્યા કે અજિત પવારની પત્ની સુનેત્રા પવાર બારામતીથી લોકસભા ચૂંટણી લડી શકે છે. આવી સ્થિતિમાં અજાણ્યા લોકોએ બારામતીમાં લગાવેલા સુનેત્રા પવારના પોસ્ટરને કાળા કરી દીધા હતા. જો કે આ મામલો સામે આવતા જ પોલીસ અને સ્થાનિક લોકોએ આ પોસ્ટરને હટાવી દીધું હતું.

ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી નજીક છે અને કાકા-ભત્રીજા વચ્ચે અંતર વધી રહ્યું છે. શરદ પવાર અને અજિત પવારના જૂથો વચ્ચેની આ લડાઈ કેટલો સમય ચાલશે અને આવનારી ચૂંટણીમાં જનતાના આશીર્વાદ કોને મળશે તે તો સમય જ કહેશે.

મહારાષ્ટ્રના રાજકારણમાં ગયા વર્ષની જેમ આ વર્ષે પણ કેન્દ્રીય ચૂંટણી પંચે મહત્ત્વનો ચુકાદો ગઈ કાલે આપ્યો હતો. ચૂંટણી પંચે ગયા વર્ષે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને જેવી રીતે શિવસેના અને ચૂંટણીચિહ‍્ન ધનુષબાણ ફાળવ્યાં હતાં એવી જ રીતે એનસીપીના અજિત પવાર જૂથને એનસીપી પક્ષ અને ચૂંટણીચિહ‍્ન ઘડિયાળ ફાળવ્યાં હતાં. શિવસેનાના ઉદાહરણ પરથી આવો ચુકાદો આવવાની અપેક્ષા હતી. એટલે એ મુજબ ચૂંટણી પંચે નિર્ણય જાહેર કર્યો હતો. તું. કેન્દ્રીય ચૂંટણી પંચે એનસીપી પક્ષ અને ચૂંટણીચિહ‍્ન ફાળવવા બાબતે મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. ચૂંટણી પંચે એનસીપી પક્ષ અને ચૂંટણીચિહ‍્ન અજિત પવાર જૂથને ફાળવીને શરદ પવારને મોટો ઝટકો આપ્યો હતો.

શરદ પવાર જૂથને ચૂંટણી પંચ તરફથી નવું નામ મળી ગયું છે. હવે તેઓ `NCP શરદ ચંદ્ર પવાર` તરીકે ઓળખાશે. નોંધનીય છે કે આગામી લોકસભા ચૂંટણી 2024 પહેલા શરદ પવારને ઝટકો આપતા ચૂંટણી પંચે અજિત પવારના જૂથને અસલી એનસીપી ગણાવ્યું હતું. શરદ પવારના જૂથે ચૂંટણી પંચ પાસે 3 નામોની માંગણી કરી હતી અને શરદ જૂથે પ્રતીક માટે વટવૃક્ષની માંગણી કરી હતી. શરદ પવારના જૂથે `રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી શરદ પવાર`, `રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી શરદ ચંદ્ર પવાર` અને `રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી શરદરાવ પવાર`ના નામ ચૂંટણી પંચ સમક્ષ રજૂ કર્યા હતા.

ajit pawar nationalist congress party mumbai news maharashtra news