Maharashtra: પૂર્વ મંત્રી અને NCP નેતા નવાબ મલિકની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ

30 March, 2024 03:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી નવાબ મલિકની (Nawab Malik`s Health) તબિયત લથડી છે. શ્વાસ લેવામાં તકલીફ પડતાં તેમને કુર્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેની પુત્રીએ આ અંગે માહિતી આપી હતી.

નવાબ મલિક

Nawab Malik`s Health: મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી નવાબ મલિકની તબિયત લથડી છે. શ્વાસ લેવામાં તકલીફ પડતાં તેમને કુર્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેની પુત્રીએ આ અંગે માહિતી આપી હતી. આ પહેલા પણ નવાબ મલિકને સ્વાસ્થ્ય (Nawab Malik`s Health)સંબંધિત અનેક તકલીફો પડી છે. 

નોંધનીય છે કે NCP-શરદચંદ્ર પવાર પાર્ટીના નેતા નવાબ મલિકની 2022માં મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. નવાબ મલિક પર અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને તેના સહયોગીઓ સાથે કથિત રીતે પૈસાની લેવડદેવડ કરવાનો આરોપ છે. ભાજપના કાર્યકર મોહિત ભારતીયે વર્ષ 2021માં નવાબ મલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મલિક તબીબી આધાર પર વચગાળાના જામીન પર બહાર છે.

ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીને લઈ મહારાષ્ટ્રના રાજકરાણમાં ગરમ માહોલ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ પ્રધાન શિવરાજ પાટીલની પુત્રવધૂ અર્ચના પાટીલ ચાકુરકર શનિવારે ભાજપમાં જોડાઈ ગયા છે. તેમણે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં ભાજપનું સભ્યપદ લીધું. એવી પણ ચર્ચા છે કે અર્ચના પાટીલ ચાકુરકર અમિત દેશમુખ સામે વિધાનસભાની ચૂંટણી લડશે. અર્ચના પાટીલ ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસના કાર્યકરોમાં બેચેની વધી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે અર્ચના પાટિલની પાર્ટીમાં એન્ટ્રી માટે અશોક ચવ્હાણે મધ્યસ્થી કરી હતી. અર્ચના પાટીલ ચાકુરકર ભાજપમાં જોડાયા તે પહેલા તેમના પતિ બસવરાજ પાટીલ પણ ભાજપમાં જોડાયા હતા. મહારાષ્ટ્રમાં કોંગ્રેસના નેતાઓ સતત પાર્ટી છોડી રહ્યા છે. આ લોકો પહેલા પણ કોંગ્રેસના ઘણા નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.

તો બીજી બાજુ કૉંગ્રેસ નેતા સંજય નિરુપમે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને ખુલ્લો પડકાર ફેંક્યો છે. તેમણે પ્રવક્તા સંજય રાઉત પર નિશાન સાધ્યું છે. તેમણે એવી આશા પણ વ્યક્ત કરી કે કોંગ્રેસનું નેતૃત્વ શિવસેના યુબીટીના પ્રભાવમાં નહીં આવે. તમને જણાવી દઈએ કે આ પહેલા બુધવારે સંજય નિરુપમે પોતાની જ પાર્ટીની ટોચની નેતાગીરીને ભીંસમાં લીધી હતી. તેમણે કૉંગ્રેસ પર મહાવિકાસ આઘાડી સરકાર સામે ઝૂકવાનો આરોપ લગાવ્યો હતો. તમને જણાવી દઈએ કે શિવસેનાએ મુંબઈ નોર્થ વેસ્ટ સીટ પરથી અમોલ કીર્તિકરને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે સંજય નિરુપમ પોતે આ સીટ પરથી ચૂંટણી લડવા માંગતા હતા.શનિવારે કોંગ્રેસના નેતા પર પોસ્ટ કરવામાં આવ્યું હતું UBTના આંતરરાષ્ટ્રીય પ્રવક્તા (સંજય રાઉતે) કોંગ્રેસને ધમકી આપી છે અને કહ્યું છે કે તમામ સીટો પર `ફ્રેન્ડલી ફાઈટ` થવી જોઈએ. આનું કારણ શું છે? કારણ કે કોંગ્રેસના સમર્થન વિના UBT જૂથ એક પણ બેઠક જીતી શકશે નહીં. આ મારો ખુલ્લો પડકાર છે. 

 

nawab malik nationalist congress party maharashtra news mumbai news kurla