03 December, 2022 03:21 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)
દિલ્હીમાં થયેલા શ્રદ્ધા હત્યાકાંડ(Shraddha Murder Case)ની ઘટના હચમચાવી મુકી એવી છે. આ હત્યાથી શીખ લેવાને બદલે કેટલાક લોકોનો જુસ્સો વધી રહ્યો છે. હકીકતે, હવે મહારાષ્ટ્ર (Maharashtra)ના ધુલેની રહેવાસી એક મહિલાને તેના લિવ ઈન પાર્ટનરએ શ્રદ્ધાની જેમ જ તેની હત્યા કરવાની ધમકી આપી છે. આરોપીએ મહિલાને કહ્યું કે શ્રદ્ધા વાલકરના તો 35 ટુકડા જ થયા હતાં, તારા તો હું 70 ટુકડા કરી નાખીશ.
મહારાષ્ટ્રના રહેવાસી આફતાબ અમીન પૂનાવાલાએ પોતાની લિવ ઈન પાર્ટનર શ્રદ્ધા વાલ્કરની હત્યા કરી તેના 35 ટુકડા કરી નાખ્યા હતાં. ત્યાર બાદ આ વ્યક્તિએ આ ઘટનાનો ઉલ્લેખ પોતાની લિવ ઈન પાર્ટનરને ધમકી આપી છે. ધુલેની પીડિત મહિલાએ પોલીસ ફરિયાદ કરી છે તે પોતાની લિન ઈન પાર્ટનર અરશદ સલીમની સતામણીથી તંગ આવી ગઈ છે. અરશદે ધમકી આપી છે કે જો તે તેની મરજી અનુસાર નહીં ચાલે તો તે તેણીના 70 ટુકડા કરી નાખશે.
ધુલે પોલીસને 29 નવેમ્બરના રોજ કરવામાં આવેલી ફરિયાદમાં મહિલાએ અરશદ પર તેણીને સતામણી કરવાનો આક્ષેપ કર્યો છે. પીડિતા અને અરશદ બંવે જુલાઈ 2021 સાથે રહે છે. મહિલાએ કહ્યું કે પહેલા તેના લગ્ન થઈ ચુક્યા છે. પરંતુ તેના પતિનું 2019માં દુર્ઘટનામાં મોત થયું હતું. પૂર્વ પતિનું એક સંતાન પણ છે.
પહેલા પતિના મોત બાદ પીડિતા અરશદને મળી હતી, પરંતુ તેણે પોતાનું નામ પીડિતાને હર્ષલ માલી જણાવ્યું હતું. જ્યારે અસલમાં તેનું નામ અરશદ સલીમ મલિક હતું. તે મહિલાને ધુલેના લાલિંગ ગામના જંગલમાં લઈ ગયો. જ્યાં તેણે મહિલા પીડિતા સાથે દુષ્કર્મ કર્યુ અને તેનો વીડિયો શૂટ કરી લીધો હતો. બાદમાં વીડિયોની આડમાં મહિલાને તે ધમકી આપતો હતો.
આ પણ વાંચો:દિલ્હીમાં વધુ એક લિવ-ઈન પાર્ટનરની હત્યા, આરોપીની ધરપકડ
બાદમાં બંનેએ સાથે રહેવાનું નક્કી કર્યુ. જુલાઈ 2021માં બંને આમલનેર ગયા અને ત્યાં લિવ ઈન રિલેશનશિપમાં રહેલા માટે એક શપથ પત્ર તૈયાર કર્યુ. ત્યારે તેણીને ખબર પડી કે તેનું અસલી નામ હર્ષલ માલી નહીં પણ અરશદ મલિક છે.
મહિલાએ પોલીસને જણાવ્યું કે આરોપી અરશદે તેણીનું બળજબરૂપૂર્વક ધર્માંતરણ કરાવ્યું હતું. તેના પુત્રનું ધર્માંતકણ કરવા પણ ફોર્સ કર્યો હતો. જો કે, બાદમાં બને વિટ્ટા ભાટ્ટી વિસ્તારમાં રહેવા જતા રહ્યાં હતાં. ત્યાં મહિલાએ અરશદના બાળકને જન્મ આપ્યો હતો. પરંતું અરશદે તેણી પર અત્યાચાર કરવાનું શરૂ રાખ્યું હતું. એક વાર સાઈલેંસરથી તેણીની ત્વચા બાળી નાખી હતી. મહિલાએ આ તમામ ફરિયાદો હાલ પોલીસ સ્ટેશનમાં કરી છે. પોલીસે અરશદ સલીમ મલિક વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.