Maharashtra New CM: સસ્પેન્સ ખતમ! દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા સીએમ- ભાજપની બેઠકમાં લેવાયો નિર્ણય

04 December, 2024 02:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Maharashtra New CM: ચંદ્રકાંત પાટીલ દ્વારા દેવેન્દ્ર ફડણવીસના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, 137 ધારાસભ્યોએ પણ આ વાતને સહમતી આપી હતી.

દેવેન્દ્ર ફડણવીસની ફાઇલ તસવીર

અનેક અટકળો અને સસ્પેન્સને હવે તાળાં લાગી ગયા છે. કારણકે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી (Maharashtra New CM) પદ પર દેવેન્દ્ર ફડણવીસનું નામ હવે ફાઇનલ થઈ ગયું છે. છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે એ વાતને લઈને અનેક અટકળો વહેતી હતી હવે આજે થયેલી બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસના નામને મહોર લગાડવામાં આવી છે. 

આજે આ મુદ્દે સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીએ ફડણવીસને વિધાયક દળના નેતા તરીકે પસંદ કર્યા છે. હવે આવતીકાલે શપથવિધિ સમારોહ યોજાશે. 

Maharashtra New CM: બીજેપીના વિધાનભવન કાર્યાલય ખાતે પક્ષની કોર કમિટીની બેઠક સવારે 11 વાગ્યે યોજાઇ હતી. ધારાસભ્ય પક્ષના નેતાની પસંદગી થયા બાદ પક્ષ બપોરના સુમારે મીડિયા કોન્ફરન્સ દ્વારા મુખ્યમંત્રી માટે તેની પસંદગીની સત્તાવાર જાહેરાત કરશે એવું કહેવામાં આવ્યું હતું.

હવે ભારતીય જનતા પાર્ટી આજે બપોર સુધીમાં તેના મુખ્ય પ્રધાનપદના ઉમેદવારની સત્તાવાર જાહેરાત કરી શકે છે

ચંદ્રકાંત પાટીલ દ્વારા દેવેન્દ્ર ફડણવીસના નામનો પ્રસ્તાવ

આજે યોજાયેલી બેઠકમાં ચંદ્રકાંત પાટીલ દ્વારા દેવેન્દ્ર ફડણવીસના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ સાથે જ સુધીર મુનગંટીવાર, પંકજા મુંડે, પ્રવિણ દરેકર, રવિન્દ્ર ચવ્હાણ, સંજય કુટે અને અન્યોએ 137 ધારાસભ્યો (132 ભાજપ અને 5 અપક્ષ સમર્થકો)એ પણ આ વાતને મજૂરી અને સમર્થન આપ્યું હતું, આ સાથે જ હવે તેઓ નવા મુખ્યમંત્રી બન્યા છે.

તમને જણાવી દઈએ કે નિર્મલા સીતારમણ અને વિજય રૂપાણીને આ માટે ખાસ બોલાવવામાં આવ્યા હતા. વિજય રૂપાણીએ પણ દેવેન્દ્ર ફડણવીસના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ સાથે જ સુધીર મુનગંટીવાર અને પંકજા મુંડે જેવા ભાજપના વરિષ્ઠ નેતાઓએ પણ પોતાની સહમતી આપી હતી. આ તમામની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસના નામ પર મહોર મારવામાં આવી છે.

Maharashtra New CM: જોકે એકનાથ શિંદેએ તો અગાઉથી જ કહી દીધું હતું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા લેવામાં આવેલા નિર્ણયોનું સમર્થન કરશે. આ સાથે જ તેઓએ મહાયુતિના પક્ષો વચ્ચે મતભેદ ન હોવાની વાત પણ કરી હતી.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિને જંગી વિજય મળ્યો હતો. કુલ 288 બેઠકોમાંથી 232 તેમના ફાળે ગઈ હતી. 

કોણ હશે ડેપ્યુટી સીએમ?

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અજિત પવાર અને એકનાથ શિંદે મહારાષ્ટ્રની નવી સરકારમાં નાયબ મુખ્યમંત્રીનું પદ સંભાળશે. હવે આવતીકાલે દક્ષિણ મુંબઈના આઝાદ મેદાન ખાતે ભવ્ય શપથવિધિ સમારોહ (Maharashtra New CM) યોજાવાનો છે. તેની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે, વડા પ્રધાન નરેન્દ્ર સહિત અનેક દિગ્ગજ નેતાઓ આ સમારોહમાં હાજરી આપવાના છે.

 

mumbai news mumbai eknath shinde devendra fadnavis ajit pawar bharatiya janata party pankaja munde nirmala sitharaman maharashtra political crisis political news